નવરાત્રિનો પ્રારંભ:આજથી નવરાત્રિનો પ્રારંભ ,ખેલૈયાઓમાં ઉત્સાહ

ભરૂચ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાકાળના કારણે બે વર્ષથી ગરબા ન થતાં આ વર્ષે શેરીગરબા ધૂમ મચાવશે

માતાજીના આરાધના પર્વ શારદીય-આસો નવરાત્રિનો ગુરૂવારથી પ્રારંભ થશે. બે વર્ષથી કોરોનાકાળને કારણે નવરાત્રીની ઉજવણી થઇ નથી. ત્યારે આ વર્ષે તંત્રએ શેરીગરબાઓને છુટ આપવામાં આવતાં ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નવ દિવસ સુધી ચાલનારા ગરબા મહોત્સવને અનુલક્ષી માઇ ભક્તો અને ગરબા રસિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહયો છે.

નવરાત્રિના એક દિવસ પૂર્વ શહેરના માઇ મંદિરોને રંગબેરંગી તોરણો અને રોશનીથી શણગારવામાં આવ્યાં છે. અા ઉપરાંત ગરબા મેદાનોમાં પણ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. જગતજનની મા જગદંબાના આરાધના પર્વનો પ્રારંભ થવાનો હોઇ માઇ ભક્તો જગત જનની મા જગદંબાની અરાધના માટે સજજ બન્યાં છે. ભરૂચ અને નર્મદા જિલ્લામાં આવેલાં માઇ મંદિરોને આસો નવરાત્રિ પર્વની ઉજવણી માટે રંગબેરંગી તોરણો અને રોશનીથી શણગારવામાં આવ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...