તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આતુરતાનો અંત:12 જુલાઈએ નર્મદા મૈયા બ્રિજનું કરાશે લોકાર્પણ, નાયબ મુખ્યમંત્રી બ્રિજ ખુલ્લો મુકશે

ભરૂચ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બ્રિજ ખુલ્લો મુકાતા ટ્રાફિકજામની સમસ્યા હલ થશે

ભરૂચ અને અંક્લેશ્વરની જનતા જેની આતુરતાથી રાહ જોઇ રહી હતી તેવા નર્મદા મૈયા બ્રિજનું લોકાર્પણ આગામી 12 જુલાઇના રોજ કરવામાં આવશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે ગોલ્ડ બ્રિજની સમાંતર બનેલા આ બ્રિજને લોકો માટે ખુલ્લો મુકવામાં આવશે. બ્રિજ ખુલ્લો મુકાવાથી ટ્રાફિકજામની સમસ્યાનો ઉકેલ આવશે.

2015માં બ્રિજનું ખાત મૂહુર્ત કરાયું હતું

ભરૂચ અને અંક્લેશ્વર વચ્ચે ગોલ્ડન બ્રિજ 140 વર્ષ સુધી કાર્યરત છે. તેમાં વાહનોનું ભારણ વધતા નવા બ્રિજની જરૂર ઉભી થઇ હતી. જેથી 2015માં તત્કાલિન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે નર્મદા મૈયા બ્રિજનું ખાત મૂહુર્ત કર્યું હતું. ભરૂચ – અંકલેશ્વરની જનતાએ વર્ષો સુધી ટ્રાફિક જમણી સમસ્યામાંથી પસાર થવું પડ્યું હતું પરંતુ હવે તેની આતુરતાનો અંત આવી ગયો છે અને નર્મદા મૈયા બ્રીજ સંપૂર્ણ રીતે તૈયાર થઇ જતા આગામી 12 જુલાઈના રોજ જાહેર જનતા માટે આ બ્રિજને ખુલ્લો મુકવામાં આવશે.

નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલના હસ્તે આ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવશે. આ બ્રીજ અંદાજીત 400 કરોડના ખર્ચે નિર્માણ પામ્યો છે અને તેના ઉદ્ઘાટન બાદ ટ્રાફિકની સમસ્યાનો નિવેડો આવી જશે. 12 જુલાઈએ યોજાનાર કાર્યક્રમ સંદર્ભે આજરોજ જીલ્લા કલેકટર કચેરી ખાતે એક બેઠક મળી હતી. જેમાં અધિકારીઓને જીલ્લા કલેકટર દ્વારા સૂચનો કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...