અકસ્માતના બનાવો:ભરૂચ-અંકલેેશ્વર વચ્ચેનો નર્મદા મૈયા બ્રિજ અકસ્માત-સુસાઇડ ઝોન બન્યો

ભરૂચ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બે દિવસ પૂર્વે નર્મદાબ્રિજ પરથી નદીમાં કૂદનાર બે શખ્સોના મૃતદેહ મળ્યાં હતાં: રવિવારે કારે રિક્ષાને ટક્કર મારી, 7ને ઇજા

ભરૂચ અને અંક્લેશ્વરને જોડતો નર્મદા મૈયા બ્રીજ બે શહેર વચ્ચેનું અંતર ઘટાડવા સાથે ટ્રાફિકની સમસ્યામાંથી મુક્ત અપાવનાર મહત્વનો બ્રીજ સાબિત થયો છે. જોકે, નર્મદા મૈયા બ્રીજના નિર્માણ બાદ આ બ્રીજ અકસ્માત ઝોન તેમજ સુસાઇડ પોઇન્ટ બની ગયો હોય તેમ લાગી રહ્યું છે. બ્રીજ પર પુરઝડપે જતાં વાહનો વચ્ચે અકસ્માતના બનાવો વધી ગયાં છે. બીજી તરફ નર્મદા મૈયા બ્રીજ પરથી છાસવારે લોકો આપઘાત કરવાના ઇરાદે નર્મદા નદીમાં ભુસકો મારતાં હોવાના બનાવો સામે આવી રહ્યાં છે. ત્યારે નર્મદા મૈયા બ્રીજ પરથી ભારદારી વાહનોની અવરજવર બંધ કરવા તેમજ પોલીસ દ્વારા બ્રીજ પર સતત પેટ્રોલિંગ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

અંકલેશ્વર અને ભરૂચ ને જોડાતા નર્મદા મૈયા બ્રિજ પર અચાનક રીક્ષા ઉભી થઇ જતાં કાર ધડાકાભેર ઘુસી જવા પામી હતી . 7 વ્યક્તિઓને ઇજા પહોંચી હતી. 108 ની મદદ થી ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયો હતા. અકસ્માતના પગલે વાહન વ્યવહાર પર આંશિક અસર થઇ હતી.

અંકલેશ્વરથી ભરૂચ તરફ જતી પેસેન્જર ભરેલી રીક્ષા નર્મદા મૈયા બ્રિજ પર એકાએક ઊભી કરી દેતા પાછળથી આવી રહેલ કાર રીક્ષા માં ધડાકાભેર ભટકાઈ ગયા હતા. કાર અને રીક્ષા વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં રીક્ષા માં સવાર ડ્રાઈવર સહિત એક વૃધ્ધ તેમજ એક મહિલા અને એક નાની બાળકી ને પગ માં તેમજ માથાના ભાગે વાગેલ જ્યારે મોટરકાર માં સવાર 3 જેટલા લોકો નો આબાદ બચાવ મોટર કાર ચાલક ને માથાના ભાગે ઇજા થતા સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ સેવા બોલાવી તાત્કાલિક ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ચારેય ને ખસેડવામાં આવેલ છે. ઘટના અને પગલે વાહન વ્યવહાર ને આંશિક અસર થવા પામી હતી જેને ત્રાફિક જવાનો એ હળવો કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...