સમસ્યા:નર્મદા મૈયા બ્રિજ વધુ એક માસ ભારદારી વાહનો માટે બંધ થશે

ભરૂચ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જાહેરનામાનો ભંગ કરનારા વાહનચાલકો સામે કાર્યવાહી કરાશે

ભરૂચના ગોલ્ડનબ્રિજને સમાંતર બનાવવામાં આવેલો નર્મદા મૈયા બ્રિજ પર વધુ એક માસ માટે ભારદારી વાહનો પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે.તારીખ 12મી જુન 2021ના રોજ નર્મદા મૈયા બ્રિજને વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકી દેવામાં આવ્યો હતો. બ્રિજનું લોકાર્પણ થયા બાદ તેના પરથી એસટી બસોને પસાર થવાની છુટ આપવામાં આવી હતી પણ એસટી બસોની સાથે ખાનગી લકઝરી બસો તેમજ ટ્રકો પણ પસાર થવા લાગી હતી જેના કારણે જુના નેશનલ હાઇવે પર અકસ્માતના બનાવો વધી ગયાં હતાં. આ ઉપરાંત અંકલેશ્વર શહેરમાં ટ્રાફિકની સમસ્યા વિકટ બની હતી.

ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે નોકરીયાત વર્ગની અવરજવર વધારે રહેતી હોવાથી નર્મદા મૈયા બ્રિજ પરથી એસટી બસો સહિતના ભારદારી વાહનો પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. એ.બી.સી સર્કલથી નર્મદા મૈયા બ્રીજ સુધીમાં મોટી હોટલો, કોમ્પલેક્ષ, મોલ તેમજ કોલેજો, બસ સ્ટેશન આવેલા હોવાથી અકસ્માત થવાની સંભાવનાઓ પણ વધી હતી. ભારદારી વાહનો પર પ્રતિબંધના જાહેરનામાને વધુ એક મહિના સુધી લંબાવી દેવામાં આવ્યું છે. આ જાહેરનામામાંથી ઇમજન્સીના વાહનોને મુકિત આપવામાં આવી છે જયારે જાહેરનામાનો ભંગ કરનારા અન્ય વાહનચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...