વળતર માટે વલખા:કાવલીના ખેડૂતોને નર્મદા નિગમે 37 વર્ષથી વળતર ચૂકવ્યું જ નથી

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નહેરો બનાવવા માટે 1981માં જમીન સંપાદિત કરવામાં આવી હતી

જંબુસર તાલુકાના કાવલી ગામના ખેડુતો છેલ્લા 37 વર્ષથી જમીનોનું વળતર મેળવવા માટે વલખા મારી રહયાં છે. આ વિસ્તારમાં નહેરો બનાવવા માટે 1981ની સાલમાં જમીન સંપાદિત કરી લેવામાં આવ્યાં બાદ આજદિન સુધી ખેડુતોને વળતર ચુકવવામાં આવ્યું નથી.જંબુસર તાલુકામાં સિંચાઇ માટે નર્મદા નદીનું પાણી મળી રહે તે માટે કેનાલો બનાવવામાં આવી છે પણ કેનાલો માટે જમીન ગુમાવનારા ખેડુતોને આજદિન સુધી વળતર જ મળ્યું નથી.

ખેતી અને પશુપાલન ક્ષેત્રે સ્થિતિ સુધરે તે માટે નહેરો બાંધવા માટે 1981ની સાલમાં આ વિસ્તારની જમીન સંપાદન થઈ હતી. 1984માં નહેરો બનાવવાની શરૂઆત થઇ હતી. ધરતીપુત્રોએ વળતર મેળવવા કોર્ટમાં કેસ દાખલ કર્યા છે પરંતુ સરકારની ઢીલી નીતિને કારણે આજદિન સુધી કેટલાય ખેડૂતોને વળતરની રકમ મળી નથી.

કચેરીનો સામાન જપ્ત કરાયો હતો
જંબુસર તાલુકામાં કેનાલમાં ગયેલી જમીનોના વળતરનો મોટો પ્રશ્ન છે. નર્મદા નિગમ તરફથી વળતર ચુકવવામાં અખાડા કરવામાં આવતાં હોવાથી કોર્ટના આદેશથી જંબુસરમાં આવેલી સરદાર સરોવર નિગમની કચેરીમાંથી સામાન જપ્ત કરી લેવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...