બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓનો દીક્ષાંત સમારોહ:ભરૂચની નારાયણ વિદ્યાલયમાં બોર્ડના વિદ્યાર્થીઓનો દીક્ષાંત શુભેચ્છા સમારોહ અને અંક વોમોચનનું આયોજન કરાયું

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક

નારાયણ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ભરૂચની નારાયણ વિદ્યાલય ખાતે નારાયણ ધ્વની અને જ્ઞાનસત્ર વિશેષાંક વિમોચન તેમજ રાજ્યકક્ષા,રાષ્ટ્રીયકક્ષાએ ભાગ લેનાર વિદ્યાર્થીઓ,માર્ગ દર્શક શિક્ષકોનો સન્માન સમારોહ યોજાયો હતો જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે નારાયણ ધ્વની અને જ્ઞાનસત્ર વિશેષાંકનું વિમોચન કરવામાં આવ્યું હતું. અને રાજ્યકક્ષા,રાષ્ટ્રીયકક્ષાએ ભાગ લેનાર વિદ્યાર્થીઓ,માર્ગ દર્શક શિક્ષકોનો સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં દહેજ ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશનના પ્રમુખ ડો.સુનીલ ભટ્ટ,રવિરત્ન મોટર્સના ડાયરેક્ટર પીનાકીન શાહ અને નર્મદા પુત્ર સાવરિયા મહારાજ,શાળાના ડાયરેકટર ડો.ભગુ પ્રજાપતિ સહીત આમંત્રિતો,શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. ઉપસ્થિત મહાનુભાવો દ્વારા બોર્ડ ની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ ને શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...