હાઇવેનું હાડપિંજર:નંદેલાવ- જંબુસર બ્રિજ પર ખાડા તો ઠીક રોડના સળિયા પણ દેખાયા

ભરૂચએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

નેશનલ હાઇવે પર ભરૂચ પાસે બે દિવસ 10થી વધુ કિલોમીટરનો ટ્રાફિક જામ રહ્યા બાદ શનિવારે વાહન વ્યવહાર હળવો થયો હતો. બીજી તરફ ભરૂચથી દહેજ હાઇવેની હાલત ખસ્તા થઇ છે. શહેરનો પ્રથમ નંદેલાવ ઓવર બ્રિજ ચોમાસા બાદ અત્યંત ખખડધજ બની ગયો છે. માર્ગ ધોવાતાં પડેલાં ખાડાઓમાંથી હવે સળિયા બહાર નિકળી આવતાં દુર્ઘટના સર્જાય તેવી ભીતિ સેવાઇ છે.રસ્તાનું હાડપિંજર દેખાતું હોય તેવી વાહન ચાલકો અનુભૂતિ કરી રહ્યા છે. જોકે જીએસઆરસી દ્વારા તેનું ચોક્કસ નિરાકરણ લાવવામાં આવી રહ્યું નથી. બીજી તરફ જંબુસર બાયપાસ પાસે બનેલાં બ્રીજ પર પણ ખાડા પડી ગયા છે. થોડા વર્ષ પહેલાં આ બ્રીજ પર મોપેડ પર જતી મહિલા રોડના નીકળેલા સળિયાના કારણે અકસ્માત થતાં મોતને ભેટી હતી.

અન્ય સમાચારો પણ છે...