તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:રિક્ષા-છોટાહાથી ટેમ્પોને ટક્કર મારી ટ્રેક્ટર દિવાલમાં ભટકાયું

ભરૂચએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ભરૂચના વ્હાલુ ગામની વિચિત્ર ઘટના ઃ ટ્રેક્ટર ચાલકનું મોત નિપજ્યું

ભરૂચ તાલુકામાં આવેલાં વ્હાલુ ગામે એક ટ્રેક્ટર ચાલકે રીક્ષા તેમજ છોટા હાથી ટેમ્પોને અડફેટે લઇ ટ્રેક્ટર દિવાલમાં અથાડી દેતાં ટ્રેક્ટરના ચાલકને ગંભીર ઇજાઓ થઇ હતી. તેને સારવાર માટે સિવિલમાં ખસેડ્યો હતો. જોકે તેનું મોત નીપજ્યું હતું. બનાવ સંદર્ભે ટ્રેક્ટરના માલિકે મૃતક ડ્રાઇવર વિરૂદ્ધ ભરૂચ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

રીક્ષા તેમજ છોટા હાથી ટેમ્પોને ટક્કર મારી ટ્રેક્ટર ધડાકાભેર એક દિવાલમાં અથાડી દીધું હતું

ભરૂચ તાલુકામાં આવેલાં અમલેશ્વર ગામે રહેતાં હરદેવસિંહ અજીતસિંહ સિંધાને ત્યાં છુટક મજુરી કરતો અને ગામના રાઠોડવાસ વિસ્તારમાં રહેતો ઉમેશ સોમા રાઠોડ તેમનું ટ્રેક્ટર લઇને જઇ રહ્યો હતો. દરમિયાનમાં વ્હાલુ ગામેથી પસાર થતાં સમયે કોઇ કારણસર તેણે સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવતાં તેણે એક રીક્ષા તેમજ છોટા હાથી ટેમ્પોને ટક્કર મારી ટ્રેક્ટર ધડાકાભેર એક દિવાલમાં અથાડી દીધું હતું. અકસ્માતમાં ટ્રેક્ટર ચાલક ઉમેશ રાઠોડને ગંભીર ઇજાઓ થતાં તેને તાત્કાલિક સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યું હતું. બનાવ સંદર્ભે ટ્રેક્ટર માલિક હરદેવસિંહ અજીતસિંહ સિંધાએ તેમના ટ્રેક્ટરના ડ્રાઇવર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...