તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:મુસ્લિમ સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રમઝાન માસમાં કરફ્યુના સમયમાં ફેરફારની માંગ કરાઇ

ભરૂચ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • રાત્રિ કર્ફ્યુનો સમય 10.30 થી સવારે 4 વાગ્યા સુધી રાખવા માંગ કરવામાં આવી

ભરૂચમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. મહાનગરો બાદ નાના શહેરો પણ કોરોનની ઝપેટમાં આવી રહ્યા છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા 20 શહેરોમાં રાત્રિના 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યુનું એલાન કરવામાં આવ્યું છે. જેમાં ભરૂચ શહેરનો પણ સમાવેશ કરાયો છે. ત્યારે થોડા જ દિવસોમાં મુસ્લિમોના પવિત્ર રમઝાન માસનો પ્રારંભ થઈ રહ્યો છે.

જેના પગલે રાત્રિ કર્ફ્યુના સમયમાં ફેરફારની માંગ સાથે ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ દ્વારા આજરોજ ક્લેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં જણાવ્યા અનુસાર રાત્રિના 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યુના કારણે મુસ્લિમ સમાજને રમઝાન માસમાં અગવડતા પડશે. આથી રાત્રિ કર્ફ્યુનો સમય રાત્રે 10.30 થી મળસ્કે 4 વાગ્યા સુધી રાખવા માંગ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો