વહીવટી તંત્રની સૂચના:ભરૂચના જાહેર માર્ગો પરથી રખડતા ઢોરોને હટાવવા પાલિકાએ ફાયર બ્રિગેડના જવાનોને કામે લગાડ્યા

ભરૂચ14 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભરૂચમાં હરાયા ઢોરને માર્ગો પરથી હટાવવા પાલિકાના ફાયર ફાઈટરોને કામે લગાડવામાં આવ્યા હોવાની ઘટના સામે આવી છે. તાજેતરમાં જ રાજ્યમાં ગુજરાત હાઈકોર્ટે હરાયા પશુઓ સંદર્ભે તાકીદ કરી હતી. હાઇકોર્ટના આદેશ બાદ ભરૂચ પાલિકા સહિતનું તંત્ર રસ્તા પર રખડતા પશુઓને પાંજરે પૂરવા કામે લાગી ગયું હતું. આજે સોમવારે રખડતા પશુઓને લઈ પાલિકાને વહીવટી તંત્રે કડક સૂચના આપતા ફાયર બ્રિગેડના જવાનોને માર્ગો ઉપરથી પશુઓને હટાવવા કામે લગાવી દીધા હતા. ફાયર ફાઈટરો ફાયર ટેન્ડર લઈ માર્ગો ઉપર ઉતરી પડ્યા હતા. કલેકટર કચેરી સહિતના માર્ગો ઉપરથી ફાયર ફાઈટર હરાયા ઢોરને હાંકતા નજરે પડ્યા હતા. હવે ઇમરજન્સી સેવામાં ફરજ બાજવતા ફાયર ફાઈટરોને રખડતા ઢોરોને ખડેદવાની કામગીરી સોંપવામાં આવતા ભારે ચર્ચાએ જોર પકડ્યું છે.

અન્ય સમાચારો પણ છે...