તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

આવેદન:હાઉસિંગ બોર્ડના 300 આવાસોને ખાલી કરવા માટે પાલિકાની નોટિસ

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ભરૂચના નર્મદા એપાર્ટમેન્ટ સહિતના 300 થી વધુ જર્જરિત મકાન ધારકોને પાલિકાએ ખાલી નોટીસ આપતા મકાન ધારકોએ કલેકટર આવેદનપત્ર આપ્યું હતું.
  • મકાન ખાલી નહીં કરે તેમનું નળ અને ગટરનું કનેક્શન કાપી નખાશે
  • સ્થાનિકોએ આક્રોશ સાથે વૈકલ્પિક વ્યવસ્થા કરવા કલેક્ટરને આવેદન આપ્યું

શહેરમાં આવેલી જુની મામલતદાર કચેરી સામે આવેલાં નર્મદા એપાર્ટમેન્ટ, રામનગર, એકતા નગર,જીવન જ્યોત સહીત આ વિસ્તારમાં અંદાજીત 500થી વધુ મકાનધારકો અહીંયા રહે છે.પરંતુ આ વિસ્તારના અમુક મકાનો જર્જરીત બનતા બધાં જ મકાનધારકોને મકાન ખાલી કરવા નોટીસ આપી હતી. અને જો તેઓ મકાન ખાલી નહીં કરે તો નળ અને ગટર જોડાણ કાપી નાખવાનું જણાવ્યું હતું.જે મામેલ સ્થાનિકોએ વિરોધ નોંધવી કલેકટરને આવેદનપત્ર આપીને ઉગ્ર રજૂઆતો કરી હતી.

ભરૂચની શહેરની જુની મામલતાદાર કચેરીની સામે વર્ષો જુના ગુજરાત હાઉસિંગ બોર્ડના નર્મદા એપાર્ટમેન્ટના મકાનો આવેલા છે. જેમાં આવેલા કુલ 240 જેટલા મકાનો,રામનગરમાં 180,એકતાનગરમાં 192 અને જીવન જ્યોતમાં 48 જેટલા મકાનોમાં મધ્યમવર્ગીય પરિવારના લોકો રહે છે. આ વિસ્તારમાં આવેલા વર્ષો જૂના આવાસો જર્જરિત બનતા પાલિકાએ કરેલા સર્વેમાં 300 જેટલા આવાસો ભયજનક જણાયા હતા.જે સંદર્ભે થોડા દિવસ અગાઉ પાલિકાએ ભયજનક અને જર્જરિત મકાનોમાં રહેતા લોકોને 15 દિવસમાં મકાન ખાલી કરવા નોટિસ આપી હતી.અને જો તેઓ આ મકાનો ખાલી નહીં કરે તો તેમના ફ્લેટના પાણી અને ગટર જોડાણ કાપી નાખવા પણ જણાવ્યું હતું.

જે મામલે સ્થાનિક લોકોમાં આક્રોશ ફેલાતા મંગળવારે કલેકટરને આવેદનપત્ર આપીને રજૂઆતો કરી હતી કે, સત્તાની લાલચમાં અમારા મકાનો પચાવી રૂપિયા કમાવવા અમને હેરાન કરાઈ રહ્યાં હોવાના આક્ષેપો કર્યા હતા.અમારી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ કરાઈ નથી તો હાલની કોરોના મહામારીના સમયમાં અમે પરિવારો સાથે ક્યાં જઈએ.અમારી સોસાયટીમાં કોઇ પણ ઇમારત જોખમી જણાશે તો અમે સ્વખર્ચે તેનું સમારકામ કરાવવા જણાવ્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા વિશ્વાસ તથા કાર્ય ક્ષમતા દ્વારા સ્થિતિઓ વધારે સારું જાળવી રાખવાનો પ્રયાસ કરો અને સફળતા પણ પ્રાપ્ત થશે. કોઇ પ્રકારનો પ્રોપર્ટી સંબંધી જો કોઇ મામલો અટવાયેલો છે તો આજે તેના ઉપર તમારું...

વધુ વાંચો