• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • Munaf Patel Attends Final Of Shuklatirth Knight Cricket Tournament Munaf Patel Attends Final Of Shuklatirth Knight Cricket Tournament

ક્રિકેટરનો ગુજ્જુપ્રેમ ઉભરાયો:મુનાફ પટેલે પોતાની આગવી શૈલીમાં ગુજરાતીઓના વખાણ કર્યા, કહ્યું, "જ્યાં ગુજરાતીઓ હોય ત્યાં જીત તો હોય જ"

ભરૂચએક મહિનો પહેલા
  • શુક્લતીર્થ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલમાં મુનાફ પટેલની વિશેષ હાજરી
  • ગુજરાતની ધરતીમાં એ વસ્તુ છૂપાયેલી છે કે જ્યાં ગુજરાતી જાય ત્યાં જીતીને જ આવે - મુનાફ પટેલ

ભરૂચ તાલુકાના શુક્લતીર્થ ગામ ખાતે નિઝામા ક્રિકેટ ક્લબ દ્વારા નર્મદા ગ્રાઉન્ડમાં નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું. જેની ફાઇનલ મેચમાં અતિથિ વિશેષ તરીકે ટીમ ઇન્ડિયાના સભ્ય રહી ચૂકેલા ફાસ્ટ બોલર મુનાફ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. મુનાફ પટેલે પોતાની આગવી શૈલીમાં ખમીરવંતા ગુજરાતીઓના જાહેરમાં વખાણ કર્યા હતા.

છેલ્લા બે મહિના અને બાર દિવસથી આ ટૂર્નામેન્ટ ચાલી રહી હતી. ફાઇનલ મેચ બાપુ ઇલેવન તવરા અને શુક્લતીર્થ કેરી પેકર વચ્ચે રાત્રીના બે વાગ્યા સુધી ચાલી હતી. આ મેચમાં પાંચ હજારથી વધુ પ્રેક્ષકો અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં રસાકસીભર્યો ફાઇનલ જંગ જામ્યો હતો. જેમાં બાપુ ઇલેવન તવરાનો ભવ્ય વિજય થયો હતો. જેના બાદ યોજાયેલી પ્રેઝન્ટેશન સેરેમનીમાં ટીમ ઇન્ડિયાના પૂર્વ ખેલાડી અને ઇખર એક્સપ્રેસ મુનાફ પટેલે પોતાના વક્તવ્યમાં ગુજરાત ટાઈટન્સના IPL વિજય અંગે જણાવ્યું હતું કે, "જ્યાં ગુજરાતીઓ હોય ત્યાં જીત તો હોય જ"

તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ ગુજરાતની ધરતીમાં એ વસ્તુ છૂપાયેલી છે કે જ્યાં ગુજરાતી જાય ત્યાં તે જીતીને જ આવે. દિલ્હીમાં પણ જીત્યા, ગાંધીજી કરન્સી નોટ પર આવી ગયા તો એશિયાના એકમાત્ર સિંહ ગીરમાં આવી ગયા. આવા જુદા જુદા સંદર્ભો દ્વારા ગુજરાતની ગરીમાને બિરદાવતાં તેમણે કહ્યું હતું કે ગુજરાતના ખેલાડીઓ સિંહ તો રહેવાના જ!

અન્ય સમાચારો પણ છે...