ચોરી:ઇન્દોર જઇ રહેલી મુંબઇની મહિલાના પર્સની ઉઠાંતરી

ભરૂચ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અવંતિકા એક્સપ્રેસ ટ્રેનમાં મહિલા સવાર હતી

મુંબઇના મલાડ ઇસ્ટ ખાતે રહેતી એક મહિલા કામ અર્થે ઇન્દોર જવા માટે નિકળી હતી. દરમિયાનમાં તેમણે રાત્રીના સમયે સુતી વેળાં તેમના બે મોબાઇલ, રોકડા રૂપિયા તેમજ અન્ય વસ્તુઓ મળી કુલ 1.40 લાખનો સામાન પર્સમાં મુકી તે પર્સ તેમના માથા નીચે રાખ્યું હતું. જે કોઇ ગઠીયો ચોરી તમામ સામાન કાઢી પર્સ બાથરૂમ પાસે ફેંકી રફૂચક્કર થઇ ગયો હતો. સોનાલી સંજય ઇનામદાર ઇન્દોર ખાતે આવેલાં મહાકાલ મંદિરે દર્શને જવાનું હોઇ અવંતિકા એક્સપ્રેસ ટ્રેનમાં તેમણે સીટનું રિઝર્વેશન કરાવ્યું હતું. તેઓ બોરીવલીથી તેેમની સીટ પર બેઠાં હતાં.

જે બાદ તેમણે રાત્રીના સમયે તેમના બે મોબાઇલ તેમજ અન્ય વસ્તુઓ મળી કુલ 1.42 લાખની મત્તાની સામગ્રી પોતાના પર્સમાં મુકી તે પર્સ પોતાના માથા પાસે મુકી સુઇ ગઇ હતી. દરમિયાનમાં ભરૂચ રેલવે સ્ટેશન પહેલાં તેમની આંખ ખુલતાં તેમનું પર્સ ત્યાં જણાયું ન હતું. તેમણે આસપાસમાં તપાસ કરતાં કોચના બાથરૂમ પાસે તેમનું ખાલી પર્સ મળી આવ્યું હતું. બનાવ સંદર્ભે તેમણે ભરૂચ રેલવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...