તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યુથ કોંગ્રેસનું કલેકટર-NHAIમાં આવેદન:ભરૂચના મુલદ ટોલનાકા પર સ્થાનિકોને ટેક્સમાંથી મુક્તિ આપવા માટે રજૂઆત, મુક્તિ નહીં મળે તો આંદોલનની ચીમકી

ભરૂચ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

ભરૂચમાં નેશનલ હાઇવે નંબર 48 ઉપર ટ્રાફિકનું ભારણ વધતા અને જૂનો સરદાર બ્રિજ જર્જરિત બનતા તેની બાજુમાં નવા બ્રિજનું નિર્માણ કરાયું હતું.ત્યાર બાદ કેબલ સ્ટેઇડ બ્રિજ બન્યાં બાદ મુલદ પાસે ટોલ પ્લાઝા બનાવી વાહનો પાસેથી ટોલ ઉઘરાવામાં આવી રહયો છે. જોકે સ્થાનિકો પાસેથી પણ ટોલ લેવાની જાહેરાત કરતા સ્થાનિકોએ કરેલા આંદોલન બાદ સ્થાનિકોના વાહનોને ટોલમાંથી મુકિત અપાઇ હતી.પરંતુ કેન્દ્ર સરકારના પરિવહન મંત્રાલય વિભાગે સમગ્ર દેશમાં 1 જાન્યુઆરીથી દેરક ટોલબૂથ ઉપર ફાસ્ટટેગ ફરજિયાત કરાઈ રહયું છે.

ભરૂચમાં મુલદ ખાતે આવેલા ટોલપ્લાઝા ઉપર સ્થાનિક વાહન ચાલકોએ પણ ફરજીયાત ટોલ ભરવો પડશે અથવા રૂ.275 નો માસિક પાસ લેવાનું નક્કી કરાયું હોવાનું જાણવા મળ્યું છે.ત્યારે સોમવારે યુથ કોંગ્રેસે જિલ્લા કલેક્ટર અને નેશનલ હાઇવે ઓથોરિટીની કચેરીએ આવેદનપત્ર આપીને કેબલ સ્ટેઇડ બ્રિજ ઇટીસીના ધોરણે બન્યો હોવાથી તેના પરથી પસાર થતાં વાહનો પાસેથી ટોલ લઇ શકાય નહિ તેમ છતાં સરકારે ટોલનાકુ બનાવી ઉઘરાણી શરૂ કરી દીધી છે. જો પહેલી તારીખથી ભરૂચના સ્થાનિક વાહનો પાસેથી ટોલ લેવાના નિર્ણયની ફેરવિચારણા નહિ કરાય તો બે દિવસ બાદ ટોલ પ્લાઝા ખાતે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસના પ્રમુખ શેરખાન પઠાણે ઉચ્ચારી હતી. આવેદનપત્રમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા,શહેર પ્રમુખ વિક્કી શોખી સહીતના કાર્યકરો હાજર રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો