ખેડૂતોને માથે ચિંતા:ભરૂચ જિલ્લામાં 4000 હેક્ટરમાં મગનું વાવેતર, હવામાન વિભાગે કરેલી માવઠાની આગાહીને લઈને ખેડૂતોની ચિંતામાં વધારો

ભરૂચ9 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભરૂચ જિલ્લામાં મોટાભાગે શેરડીનું વાવેતર વધારે પ્રમાણમાં થાય છે. પરંતુ આમોદ-જંબુસર, વાગરા સહિત કેટલાંક વિસ્તારોમાં ઉનાળુ સિઝનમા મગ-મઠિયાની ખેતી કરવામાં આવે છે. દર વખતની સિઝનમાં કોઈને કોઈ અડચણ આતાં ખેડૂતોને તૈયાર પાક પણ ગુમાવવાનો વારો આવે છે. આ વર્ષે ભરૂચ જિલ્લામાં 4000 હેક્ટરથી વધુ વિસ્તારમાં ખેડૂતોએ ઉનાળુ પાકનું વાવેતર કર્યું છે. ભરૂચ જિલ્લામાં ઉનાળુ સીઝનમાં ખેડૂતો મગ-મઠિયા, તુવેર શાકભાજી, અન્ય કઠોળ સહિતના પાકોનું વાવેતર કરે છે. તેમાંય શેરડી અને તુવેરનું વાવેતર વધું હોય છે.

જોકે વારંવાર બદલાતી ઋતુના કારણે શાકબાજી સહિતના પાકોમાં ભારે નુકશાન જતું હોવાથી હવે ખેડૂતો કઠેળના પાકનું વાવેતર કરવા તરફ વળ્યાં છે. બીજી તરફ રોકડિયા પાકમાં રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવ જાહેર કરી ખરીદ કેન્દ્રો શરૂ કરવામાં આવે છે. જોકે, આ વખતે પણ ખેડૂતોએ કઠોળના પાકનું વાવેતર કર્યું છે ત્યારે ફરીથી હવામાન વિભાગે વરસાદની આગાહી કરતાં વધુ એક વખત ખેજૂતોને ચિંતા સતાવી રહી છે.

મગના ખરીદ કેન્દ્રો શરૂ કરવા ખેડૂતોની માગ
ખેડૂતો મોંઘા ભાવના બિયારણ ખરીદી વાવેતર કરે છે. જે પ્રતિકૂળ હવામાન અને કમોસમી વરસાદ જેવા સંજોગોમાં ઉત્પાદનમાં મોટા પાયે નુકશાન થાય છે. મોંઘા ભાવે ઉગાડેલી ખેતીમાં પાક બજારમાં વેચવા જતાં યોગ્ય ભાવ મળતાં નથી. જેથી મગ ખરીદવા માટેના કેન્દ્રો તાકીદે શરૂ કરવા ખેડૂતોએ માગણી કરી છે. ખેડૂત સમાજે રાજ્ય સરકાર, સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિઓને રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...