તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિતરણ:સાંસદ, પૂર્વ વનમંત્રીના હસ્તે ખેડૂતોને હક્કપત્રકો અપાયા

ડેડિયાપાડાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આદિવાસી ખેડૂતોને જમીનનો હક્ક મળ્યો

ડેડિયાપાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં હાલ હક્કપત્રકો (સનદ) વિતરણનું કામ ચાલી રહ્યું છે. સોશિયલ ડિસ્ટન્સ સાથે અધિકારીઓ, સાંસદ, પૂર્વ વન મંત્રી, જિલ્લા પંચાયતનાં સભ્યોની હાજરીમાં હકપત્રકો આપી રહ્યા છે. દેડીયાપાડા તાલુકાના ઉંડાણ વિસ્તારો જેવાં કે કણજી, વાંદરી, સૂરપાણ સહિતના ગામોના આદિવાસી ખેડૂતોએ રાજ્ય સરકારમાં જંગલ જમીનનો હક્ક આપવા માંગણી કરી હતી.

તા. 5 ઓગષ્ટનાં રોજ રોજ વનઅધિકાર પત્રોનુ વિતરણ કરતા ભરૂચના સાંસદ મનસુખ વસાવા સાથે માજી જીલ્લા પંચાય પ્રમુખ શંકર વસાવા, સોનજી વસાવા, રમેશભાઈ તથા સ્થાનિક આગેવાનોના હસ્તે વાંદરી ગામે તથા નામગીર ગામે વનઅધિકાર પત્રોનું વિતરણ કરાયું હતું. માજી વનમંત્રી મોતિ વસાવા, રણજીત ટેલર, માનસિંગ વસાવા, ધરમસિંગ વસાવા તથા જીલ્લા પંચાયતના પ્રમુખ દામા વસાવા એ હાજર રહી વન અધિકાર પત્રો (સનદ)નું વિતરણ કરવામાં આવ્યુ હતુંં. જેમા વાંદરી ગામે 154, નામગીરગામે 82 ચોકીમાલી 16 પાનખલા શીશા 128 .ડાબકા ગામે 112 . અરેઠી ગામે 137 સનદો નુ વિતરણ કરવામાં આવ્યું.આ રીતે લોકોને જંગલ જમીનની સનદ મળતા ખુશ જોવા મળતા હતા.

અન્ય સમાચારો પણ છે...