તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આવેદનપત્ર:વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વેમાં અન્ય જિલ્લા મુજબ ભરૂચના ખેડૂતોને પણ ભાવ મળે તે માટે સાંસદ અને ધારાસભ્યે રજૂઆત કરી

ભરૂચ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જમીન સંપાદનમાં જંત્રીના ભાવ વધારવા અંગે ભરૂચ સાંસદ મનસુખ વસાવા અને વાગરા ધારાસભ્ય અરુણસિંહ રણાએ માંગ કરી

ભરૂચ જિલ્લાના ખેડૂતોને પણ વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વેમાં અન્ય જિલ્લા મુજબ જમીન સંપાદનમાં જંત્રીના ઊંચા ભાવ આપવા સાંસદ અને વાગરા ધારાસભ્યે સરકારે મધ્યસ્થી તરીકે નિમેલા કલેક્ટરને ખેડૂતોને સાથે રાખી બુધવારે આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.

વડોદરા-મુંબઈ એકસપ્રેસ વેના નિર્માણમાં જમીન સંપાદનમાં જંત્રીના ભાવ વધારવા અંગે ભરૂચ સાંસદ મનસુખ વસાવા અને વાગરા ધારાસભ્ય અરુણસિંહ રણાએ જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતોને સાથે રાખી અન્ય જિલ્લાની ઊંચી જંત્રી મુજબ ભાવ આપવા માંગણી કરી છે.

જિલ્લાના દેરોલ, દયાદરા, થામ મનુબર, પાદરીયા, કારેલા, પીપલીયા અને કેલોદના ખેડુતોની રજુઆત મુજબ બીજા જિલ્લામાં જંત્રીનો ભાવ ઉંચો હોવાથી તેઓને જમીન સંપાદનની વળતરની રકમ મોટા પાયે મળી છે. જ્યારે ભરૂચ જિલ્લાની જંત્રીનો ભાવ નીચો હોવાથી ભાવ મળ્યા નથી. જેથી જમીન સંપાદનમાં એક સરખો જંત્રીનો ભાવ મળે તો જિલ્લાના ખેડૂતો જીવાદોરી સમાન જમીન ગુમાવી છે તેનું વળતર મળવાથી ગુજરાન ચાલી શકે.

સરકારનાના 6 ફેબ્રુઆરી 2017ના હુકમથી ભરૂચ જિલ્લા માટે્ મધ્યસ્થી તરીકે કલેકટરની નિમણુંક થઈ છે. જે કામગીરી સામે કોઈપણ પ્રકારના લાંબા વાંધા કે વિરોધ નથી. જેથી કામગીરી કલેક્ટરને સુપેરે નિભાવવા વિનંતી કરાઈ છે. ઝડપથી કામગીરી કરી નિકાલ લાવવા સાંસદ અને ધારાસભ્યએ ખેડૂતો વતી રજૂઆત કરી છે.

ખેડૂતોને જંત્રી મુજબ સરખો ભાવ મળવો જોઈએ
ભરૂચ તાલુકાના વડોદરા -મુંબઈ એક્સપ્રેસ-વે ના નિર્માણ માટે જમીન સંપાદન કરાયું છે. ભરૂચ જિલ્લામાં જંત્રીનો ભાવ નીચો હોવાથી અહીંયાના ખેડૂતોને યોગ્ય વળતર મળ્યું નથી.જેથી જમીન સંપાદનમાં સરખો જંત્રી ભાવ મળે તેવી ખેડૂતોની માંગ છે.> અલ્પેશસિંહ રાજ,ખેડૂત,દેરોલ

ગામ 5થી 10 ફૂટ દૂર હોવા છતાં જંત્રીમાં તફાવત
ભાડભૂત બેરેજ યોજના માટે એપ્રોચ રોડ માટે અને વડોદરા -મુંબઈ એક્સપ્રેસ-વેમાં જમીન આપનારા ખેડૂતોને જંત્રી મુજબ અલગ અલગ ભાવો મળતો હોવાની અમારા પાસે ઘણી રજૂઆતો આવી હતી.ગામના સીમાડાનું અંતર ફકત 5 થી 10 ફુટે જ આવેલુ છે. પરંતુ જંત્રી બાબતે તફાવત છે જે યોગ્ય નથી.> અરુણસિંહ રણા,ધારાસભ્ય,વાગરા

​​​​​​​ખેડૂતોને અલગ ભાવો મળે છે તે યોગ્ય નથી
આ વિસ્તારના ખેડૂતોની ખુબ ઉપજાવ જમીન સંપાદન થઈ રહી છે.પરંતુ ગુજરાતના ખેડૂતોને સરકારે જંત્રી અને બીજા નિયમો ન જોતા દરેકને ખેડૂતોને સરખો ભાવ મળવો જોઈએ. ભરૂચ જિલ્લામાં ખેડૂતોને અલગ અલગ ભાવો મળે છે તે યોગ્ય નથી.> મનસુખ વસાવા,સાંસદ,ભરૂચ

અન્ય સમાચારો પણ છે...