આયોજન:વીસીટી ગર્લ્સ સ્કુલ માં મધર્સ‎ સ્પેશિયલ ડેનું આયોજન‎

ભરૂચ6 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભરૂચની વીસીટી માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં મધર્સ સ્પેશિયલ ડેનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ શાળામાં શિક્ષણ પ્રાપ્ત કરી રહેલ વિદ્યાર્થીનીઓની માતાને શાળા દ્વારા આમંત્રણ આપી બોલાવવામાં આવ્યા હતા.શાળાના આચાર્ય રિફ્યાબેન મીરજા એ ઉપસ્થિત માતાઓનો વીસીટી પરિવાર તરફથી ભાવભીનો આવકાર આપ્યો. શાળામાં ભણતી વિદ્યાર્થીની અને તેની માતા ની જોડી બનાવી તેઓને વિવિધ રમતો રમાડીને માતાઓને પોતાની બાળપણ ની શાળાજીવનની સ્મૃતિઓ તાજી કરાવી હતી.

આ રમતો રમ્યા પછી રમતોના અનુભવ પૂછતા માતાઓની આંખોમાંથી ખુશીના આંસુની ઝલક જોવા મળી. તેમના કહેવા મુજબ આટલા વર્ષો પછી ફરી તેમને તેમનું બાળપણ જીવવા મળ્યું. સમયની રફતારમાં ઘરકામ જેવા વિવિધ કાર્યોમાં વ્યસ્ત રહેતી માતાઓને વિવિધ રમતો રમી સ્પર્ધામાં ઉતરી પોતાનું બાળપણ ફરી જીવવાનો મોકો મળ્યો તેથી માતાઓ ભાવવિભોર થઈ તેઓએ વીસીટી પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો. શાળા પરિવારે કાર્યક્રમમાં ભાગ લેનાર માતાઓમાં રહેલી પ્રતિભાઓની સરાહના કરતા આનંદની લાગણી વ્યક્ત કરી હતી. માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક વિભાગના તમામ શિક્ષિકા બહેનોએ આ કાર્યક્રમને સફળ બનાવવા પોતાનુ વિશેષ યોગદાન આપ્યુ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળા ના શિક્ષિકા સુતરીયા મેહફુજાબેન અને શેખ મુબસ્સીરાબેને કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...