અકસ્માત:વાલિયા તાલુકામાં ગઈકાલે બે અલગ અલગ માર્ગ અકસ્માતની ઘટનામાં પાંચથી વધુ લોકોને ઇજાઓ પહોંચી

ભરૂચ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બે બાઈક અથડાતાં બંને બાઈક સવારોને ઇજાઓ પહોંચી
  • અન્ય એક બનાવમાં રીક્ષા પલ્ટી ખાઈ જતાં ચાર વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત
  • ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
  • બંને અકસ્માતમાં કોઈપણ જાતની પોલીસ ફરિયાદ નોંધાવા નથી પામી

ભરૂચના વાલિયા તાલુકામાં ગઈકાલે ગુરૂવારે રાતના સમયે માર્ગ અકસ્માતની બે ઘટનાઓમાં પાંચથી વધુ લોકોને ઇજાઓ પહોંચી હતી. જેમાં એક ઘટના અંતર્ગત બાઈક નં. જી.જે.16.સી.પી.0446નો ચાલક વાલિયા-અંકલેશ્વર માર્ગ ઉપરથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન કોંઢ ગામના ભીલવાડા ચોકડી પાસે સામેથી આવતા બાઈક સાથે તેનું બાઈક અથડાતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બંને બાઈક સવારોને ઇજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ સેવાની મદદ વડે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે આ અકસ્માત અંગે કોઈપણ જાતની પોલીસ ફરિયાદ નોંધાવા પામી નથી.

આવી જ એક અન્ય અકસ્માતની ઘટનામાં ગઈકાલે સાંજના સમયે વાલિયાની શ્રી રંગ નવચેતન વિદ્યા મંદિર શાળાના વિદ્યાર્થીઓને લઈ રિક્ષા નંબર-જી.જે.16.વાય.3001નો ચાલક વાલિયા-દેસાડ માર્ગ ઉપરથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન પોલિટેકનિક કોલેજ પાસે રીક્ષા ચાલકનો સ્ટિયરિંગ પર કાબુ ન રહેતાં રીક્ષા પલ્ટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં ચાર વિદ્યાર્થીઓને ઇજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે વાલિયા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. નોંધનીય છે કે આ અકસ્માત અંગે પણ કોઈપણ જાતની પોલીસ ફરિયાદ નોંધાવા પામી ન હતી.

અન્ય સમાચારો પણ છે...