તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષકોમાં વિરોધ વંટોળ:ભરૂચ જિલ્લાના 4000થી વધુ પ્રા. શિક્ષકો સજ્જતા કસોટીમાં જોડાશે

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શિક્ષક સજ્જતા કસોટીને લઈને પ્રાથમિક શિક્ષકોમાં વિરોધ વંટોળ
  • નર્મદા જિલ્લાના 2800 શિક્ષકો આ કસોટીમાં ઉપસ્થિત રહેશે

રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાના શિક્ષકોની શિક્ષક સજ્જતા કસોટી લેવા માટે કેટલાંક સમયથી જાહેરાત કરી હતી. જોકે, રાજ્યભરમાં ભારે વિરોધ વંટોળ ઉઠ્યો હતો. શિક્ષકોએ એવા પણ સવાલો કર્યા હતા કે, અમે ટેટ અને ટાટ જેવી પરીક્ષા પાસ કરીને નોકરીમાં જોડાયા છે છતાં સરકાર દ્વારા હેરાન કરવા માટે આવી કસોટીઓ યોજવામાં આવી રહી છે. જેને લઈને રાજ્યના સંઘ દ્વારા સરકારમાં રજૂઆત પણ કરવામાં આવી હતી. પરંતુ શિક્ષણ વિભાગ નક્કી કરેલી પરીક્ષાના નિર્ણય ઉપર કાયમ રહ્યો હતો.

જોકે, નિયમમાં ફેરફાર કરી સર્વેક્ષણમાં ભાગ લેવા ઈચ્છતા શિક્ષકો પરીક્ષામાં જોડાશે.જ્યારે બાકીના શિક્ષકોએ પરીક્ષાના સમયગાળા દરમિયાન પોતાના વર્ગમાં હાજર રહેવાનું ફરમાન કરાયું છે. ભરૂચ જિલ્લામાંથી આજે 4000 કરતા વધુ પ્રાથમિક શિક્ષકો આ પરીક્ષામાં જોડાશે. જે અંકે જિલ્લા શિક્ષક સંઘના મહામંત્રી પ્રદિપસિંહે જણાવ્યું હતું કે, આ માત્ર સર્વેક્ષણ છે. જેમાં શિક્ષકોએ ભાગ લેવો જોઈએ. તેને કોઈપણ જાહેર સેવા સાથે જોડવું નહીં. જ્યારે નર્મદા જિલ્લામાંથી 2800 પ્રાથમિક શિક્ષકો આ પરીક્ષામાં જોડાશે. જે અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સુરેશ ભગતે જણાવ્યું હતું કે, જિલ્લામાં તમામ શિક્ષકો આ સર્વેક્ષણમાં જોડાશે.

અન્ય સમાચારો પણ છે...