તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકોમાં આક્રોશ:પશ્ચિમ ભરૂચના 30 હજારથી વધુ લોકોને આજે પણ માળખાકિય સુવિધા નથી મળી, આંદોલનના મૂડમાં

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખુલ્લી ગટરો સ્થાનિક રહીશોના બાળકો માટે જોખમી
  • ખુલ્લી કાંસ ઉપર લોકોએ જાતે લોખંડની ગ્રીલ મૂકી
  • પ્રાથમિક સુવિધાથી વંચિત રહેતા લોકોમાં આક્રોશ
  • પાલિકા દ્વારા વિકાસ કામોમાં ભેદભાવ થતો હોવાનો આક્ષેપ

ભરૂચ શહેરના અનેક એવા વિસ્તારો છે જે આજે પણ પાલિકા વિસ્તારમાં હોવા છતાં જાણે વિકાસથી વંચિત રહી ગયા છે. જેમાં ભરૂચ શહેરનો પશ્ચિમ વિસ્તાર હંમેશા અન્યાયનો સામનો કરતો હોય તેવું જણાઈ રહ્યું છે. શહેરના વિકાસ કામોમાં આ વિસ્તાર સાથે ઓરમાયું વર્તન રાખવામાં આવતું હોવાનું સ્થાનિક રહીશો જણાવી રહ્યા છે. આજે પણ ભરૂચનો આ વિસ્તાર બિસ્માર માર્ગો, ખુલ્લી કાંસ, ગંદકીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયાં છે. છતાં ભરૂચ નગરપાલિકાના જાડી ચામડીના અધિકારીઓના પેટનું પાણી શુદ્ધાં હલતું નથી.

સ્થાનિકોએ સાવચેતીના ભાગરૂપે રાહદારીઓ અને વાહનચાલકો ખુલ્લી કાંસમાં પડતા બચે તે હેતુસર લોખંડની ગ્રીલ મૂકી રાહદારીઓને સાવચેત કરી રહ્યાં છે.સ્થાનિક લોકોનું કહેવું છે કે, ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભામાં વિપક્ષીઓ માત્ર દેખાવા પૂરતા જ વિરોધ નોંધાવે છે. નગરપાલિકામાં સત્તા પક્ષ અને વિપક્ષ એક જ ડાળના પંખી હોય તેવા આક્ષેપો પણ લોકોએ કર્યો છે. વિપક્ષીઓ પણ પોતાના જ વિસ્તારમાં કામ થતાં હોવાના કારણે અન્ય વિસ્તારોની ચિંતા કરતા નથી.

જેના કારણે ભરૂચના ફાંટા તળાવથી ફુરજા બંદર સુધીની ખુલ્લી ગટર અને બિસ્માર બનેલા માર્ગો વાહનચાલકો અને રાહદારીઓ માટે જોખમી બની ગયા છે. સ્થાનિક વેપારીઓએ પણ વારંવાર આંદોલનનું રણશિંગુ ફૂંક્યું છતાં તેમની સમસ્યા હલ ન થતાં આખરે વેપારીઓએ અધિકારીઓ સામે આંદોલનનું હથિયાર પણ મૂકી દીધું છે.

લાખોનો ટેક્સ ભરવા છતાં વિકાસ કામો કેમ નહીં તેવો લોકોનો સવાલ
પાંચબતીથી ઢાલ, ઢાલ થી ફાટા તળાવ, ફાટા તળાવ થી ફુરજા બંદર ચાર રસ્તા.સૈયદવાડ, પીર કાઠી સહિતના અનેક વિસ્તારો ના મુખ્ય માર્ગો ભૂગર્ભ ગટર યોજનાના બાને સત્યનાશ વાળી દેવામાં આવ્યું છે. સમગ્ર વિસ્તારના માર્ગો અત્યંત બિસમાર બની જતા ટુ વ્હીલર ચાલકો ડિસ્કો રોડ પરથી પસાર થતા હોય તેવો અહેસાસ કરી રહ્યા છે. વાહનચાલકોની કમર તૂટી રહી છે. લાખો રૂપિયાનો ટેક્સ ભરવા છતાં ભરૂચ નગરપાલિકા વિસ્તારમાં વિકાસ કામો કેમ નથી થતા. વારંવાર રજૂઆત કરવા છતાં પણ ભરૂચ નગરપાલિકા આડા કાન કરી રહ્યું છે.

ખુલ્લી ગટરોમાં લોકો પડવાના કિસ્સા વધ્યા
અમારા વિસ્તારમાં રોડ ખોદીને ગટર બનાવી, મીઠા પાણીની લાઈન નાંખીા પણ રસ્તો એમનો એમ રહેવા દીધો. ખુલ્લી ગટરો રહી જતાં અહીંથી પસાર થતા કેટલાંય લોકો તેમાં પટકાઈ રહ્યા છે. ભારે તકલીફ પડી રહી છે. જેથી પાલિકા દ્વારા વહેલીતકે કામગીરી કરવામાં આવે તેવી માંગ છે. - સતીષ રાણા, સ્થાનિક રહીશ, ફાંટાતળાવ

ખખડધજ રસ્તાઓના કારણે વાહન ચાલકોને કમરના દુઃખાવાની સમસ્યા
ભરૂચનો પશ્ચિમ વિસ્તાર સૌથી વધુ લઘુમતી સમાજની વસ્તી ધરાવે છે. જેના કારણે આ વિસ્તારોમાં વિકાસના કામો થતાં હોવાના પણ અગાઉ વારંવાર સ્થાનિકોએ આક્ષેપો કર્યા છે. માત્ર એટલું જ નહીં નગરપાલિકામાં વિપક્ષ પણ જાણે દેખાવા પૂરતો જ વિરોધ કરતું હોય તેવું લાગી રહ્યું છે. ખાસ કરીને વાત કરીએ તો ફાંટા તળાવ, ગાંધી બજાર જેવા વિસ્તારો એવા છે કે જેમાં સત્તા પક્ષ તો ઠીક પણ વિપક્ષેય ક્યારે ડોકયું કર્યું નથી. આ વિસ્તારના લોકો આજે પણ નર્કાગારની સ્થિતિમાં જીવી રહ્યા છે. ગાંધી બજારમાં આવતા ગ્રાહકો પણ ખુલ્લી ગટરોથી ત્રાહિમામ પોકારી ઉઠયા છે. ગ્રાહકો બજારમાં ખરીદી કરવા નહીં આવતા વેપારીઓ પાયમાલ પણ થયા છે. - ઈકબાલ મુસ્તાક, ફાંટાતળાવ.

અન્ય સમાચારો પણ છે...