સરકારી યોજના જન જન સુધી પહોંચાડવા પ્રયાસ:ભોલાવમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે 300 થી વધુ લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ એનાયત

ભરૂચ25 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભોલાવ રામજી મંદિરના પટાંગણમાં ગ્રામ પંચાયત દ્વારા રવિવારે મહાનુભવોની ઉપસ્થિતિમાં 300 થી વધુ લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડનું વિતરણ કરાયું હતું. ભોલાવ ગામમા પંચાયત ઘર પાસે આવેલ રામજી મંદિરના પટાંગણમા પ્રધાનમંત્રી જન આરોગ્ય આયુષ્યમાન કાર્ડના વિતરણ નો કાર્યક્રમ યોજાયો હતો, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિનાં ચેરમેન ધર્મેશ મિસ્ત્રીએ ખાસ ઉપસ્થિત રહી તેમના હસ્તે લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડનું વિતરણ કર્યું હતું.

રાજ્ય અને કેન્દ્ર સરકારની દરેક જન કલ્યાણની યોજનાઓ જન જન સુધી પોહચે તે માટે જિલ્લા ભાજપ સંગઠન, ભોલાવ ગ્રામ પંચાયત, જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો સક્રિય હોવાનું મહાનુભવોએ જણાવ્યું હતું. દરેક યોજનાઓનો લાભ લેવા ગ્રામ પંચાયતનો સંપર્ક કરવા પણ લોકોને અનુરોધ કરાયો હતો. વધુમાં આગામી 11 માર્ચથી ભોલાવમાં જ ધરાસભ્યની જન સંપર્ક ઓફીસ શરૂ થતી હોવાનું રમેશભાઈ મિસ્ત્રીએ કહ્યું હતું. કાર્યક્રમમાં સરપંચ નિમિષાબેન પરમાર, ઉપ સરપંચ યુવરાજસિંહ પરમાર સહિત તમામ ગ્રામપંચાયતના સભ્યઓ, કાર્યકર્તાઓ, ગામના આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...