આજરોજ ઝઘડિયા મુકામે સાંસદ મનસુખભાઇ વસાવા, મારુતિસિંહ અટોદરિયા, ભરતસિંહ પરમાર, પ્રકાશ દેસાઇ,રિતેશભાઇ વસાવા ધર્મેન્દ્રસિંહ પરમાર,સેવન્તુ વસાવા અને વિજયસિંહ પરમાર ની ઉપસ્થિતિમાં ઝઘડિયાના સરપંચ અને બીટીપી જીલ્લા પ્રમુખ સુરેશ વસાવા સહિત છ ગામોના સરપંચો ભાજપામાં જોડાયા હતા. ઉપરાંત બીજા ૧૫૦ જેટલા કાર્યકરો પણ તેમની સાથે ભાજપામાં જોડાયા હતા. ભાજપા અગ્રણીઓએ ખેશ પહેરાવીને આ બધા કાર્યકરોને ભાજપામાં પ્રવેશ આપ્યો હતો. બીટીપીના કાર્યકરો અને સરપંચો ભારતીય જનતા પાર્ટીમાં જોડાતા ભાજપા કાર્યકરો દ્વારા આ તમામ નવા આવનાર કાર્યકરોને આવકાર આપવામાં આવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.