રાષ્ટ્રીય લોક અદાલત:ભરૂચમાં 11 હજારથી વધુ પડતર કેસોનો નિકાલ કરવામાં આવ્યો

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ભરૂચ જીલ્લા ન્યાયાલય સહીત તાલુકા કોર્ટ ખાતે આજરોજ રાષ્ટ્રીય લોક અદાલતમાં વિવિધ 11 હજારથી વધુ પડતર કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો.

રાષ્ટ્રીય કાનુની સેવા સત્તા મંડળ,નવી દિલ્હીના આદેશ અનુસાર ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળ, અમદાવાદના ઉપક્રમે ભરુચ જીલ્લા કાનુની સેવા સત્તા મંડળનાં ચેરમેન અને ભરૂચનાં જિલ્લા મુખ્ય ન્યાયાધિશ પી.એસ.બ્રહ્મભટ્ટ અને એમ. બી.ઘાસુરા તેમજ જીલ્લા કાનુની સેવા સત્તા મંડળના સંચાલન હેઠળ આજરોજ ભરૂચ સહિત જિલ્લાની તમામ અદાલતોમાં નેશનલ લોક અદાલતનું આયોજન ક૨વામાં આવ્યું હતું.જેમાં મુખ્ય જિલ્લા ન્યાયાધિશ પ્રશાંત બ્રહ્મભટ્ટના વ૨દ હસ્તે દિપ પ્રાગટય કરી લોક અદાલત ખુલ્લી મુકવામાં આવી હતી.

આ લોક અદાલતમાં નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ કલમ–138ના કેસો, નાણાં વસુલાતના કેસો, વાહન અકસ્માતના વળત૨ના કેસો, અન્ય સિવિલ કેસો જેવા સહિત પ્રિ-લીટીગેશનના,લોક અદાલત અને સ્પેશિયલ સીટીંગસ ઓફ મેજીસ્ટ્રેસ મળી કુલ.11 હજાર કેસો લોક અદાલતમાં મુકવામાં આવ્યા હતા જે કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો આ લોક અદાલતમાં તમામ ન્યાયીક અધિકારીઓ, સરકારી ધારાશાસ્ત્રીઓ સહિત ભરૂચ વકીલ બા૨નાં હોદ્દેદારો તેમજ અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...