ભૂમાફિયાઓની દાદાગીરી:અંકલેશ્વરમાં ખાણખનીજ વિભાગે જપ્ત કરેલા વાહનો 10થી વધુ શખ્સો ઉઠાવી ગયા!

ભરૂચ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બનાવ અંગે ભૂસ્તર રોયલ્ટી ઈન્સ્પેકટરે શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી

અંકલેશ્વર તાલુકાના અમરતપરા ગામની સીમમાં ગેરકાયદેસર માટી ખન્ન અટકાવી વાહનો જપ્ત કરતા 10થી વધુ માથાભારે ભૂમાફિયાઓએ સ્થળ પર આવી અધિકારીઓને ધમકી આપી વાહનો લઇ ફરાર થઇ ગયા હતા.

ભરૂચ ખાન અને ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેકટર અરવિંદ કે.ઠાકોર જીલ્લામાં ખનીજ ખોદકામ,વાહન અને સંગ્રહની તપાસમાં નીકળ્યા હતા તે દરમિયાન અંકલેશ્વર તાલુકાના અમરતપરા ગામની સીમમાં ગેરકાયદેસર માટી ખન્ન પ્રવૃત્તિ ચાલતી હોવાની માહિતીને પગલે તેઓએ ડ્રોન સર્વેલન્સ વડે તપાસ કરતા ટ્રક નંબર-જી.જે.16.ડબ્લ્યુ.1114 અને જેસીબી મશીન નંબર-જી.જે.16.બી.એસ.1529 ગેરકાયદેસર સાદી માટી ખોદી ટ્રકમાં લોડીંગ કરતા નજરે પડ્યા હતા. જેથી અધિકારીએ ગામના સરપંચને સ્થળ પર બોલાવી ખોદકામ અંગે પુછપરછ કરતા તેઓએ કોઈપણ જાતની મંજુરી વિના ખનન ચાલતું હોવાનું જણાવ્યું હતું.

ખાણખનીજ વિભાગમાં વાહનો લઈ ફરાર થઈ ગયા
ખાણ અને ખનીજ વિભાગના અધિકારીએ વાહનો સીઝ કરવાની કાર્યવાહી કરી રહ્યા હતા તે દરમિયાન જપ્ત કરેલ વાહનોના માલિક અન્ય 10થી વધુ ઈસમો સાથે બ્લેક કલરની સફારી ગાડી લઇ સ્થળ પર આવી પહોંચ્યો હતો અને પોતે સુરવાડી ગામનો સતીશ સોમા પટેલ હોવાનું કહી કવરેજ માટે આવેલ પત્રકારને હાથાપાઈ કરી જપ્ત કરેલ વાહનોની ચાવીઓ બળજબરી પાડી અધિકારીઓને ધમકાવી ગેરકાયદેસર સાદી માટી 20 મેટ્રિક ટન 1 લાખની માટી અને બે વાહનો મળી કુલ 4.50 લાખનો દંડ નહિ ભરી વાહનો અને માટી લઈને ફરાર થઇ ગયા હતા. બનાવ અંગે રોયલ્ટી ઇન્સ્પેકટર અરવિંદ કે.ઠાકોરે ભૂમાફિયાઓ વિરુદ્ધ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...