તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોલ્ડવેવ:ભરૂચમાં 9 ડિગ્રી સાથે સોમવાર કોલ્ડેસ્ટ ડે, ભરૂચમાં  છેલ્લા10 વર્ષમાં 5મી વખત તાપમાન 9 ડિગ્રીએ પહોંચ્યું

ભરૂચ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ઠંડી વધતા ચમકારાને કારણે જનજીવન પર અસર
 • દાંડિયાબજાર સ્વામીનારાયણ મંદિરે ભગવાનને ગરમ વસ્ત્રોના વાઘા પહેરાવ્યાં : ઠેરઠેર લોકોએ ઠંડીથી સામે રક્ષણ મેળવવા તપણાનો સહારો

ભરૂચ જિલ્લાવાસીઓ માટે સોમવાર સૌથી કોલ્ડેસ્ટ ડે બની રહ્યો હતો. ઉત્તરભારતમાં થઇ રહેલી હીમવર્ષાને પગલે તાપમાનનો પારો ગગડી જતાં રાત્રિનું તાપમાન 9 ડીગ્રીએ પહોંચતાં લોકોએ હાંજા ગગડાવી નાંખતી ઠંડીથી જાણે કે ઠુઠવાઇ રહ્યા હોય તેવો અનુભવ કર્યો હતો. સોમવારે દિવસભર પણ ઠંડીનું મોજું યથાવત રહ્યું હતું. ભરૂચમાં 10 વર્ષના ગાળામાં પાંચમીવાર તાપમાનનો પારો ગગડીને 9 ડિગ્રી પર પહોંચી ગયો છે. ઠંડી સામે રક્ષણ મેળવવા માટે લોકો ઠેરઠેર તાપણાનો સળગાવીને રક્ષણ મેળવી રહ્યા છે. લોકો ગરમ વસ્ત્રો પહેર્યા વિના ઘરમાંથી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. દાંડિયા બજારના સ્વામીનારાયણ મંદિરમાં ભગવાનને પણ ઠંડીથી રક્ષણ આપવા માટે ગરમ વસ્ત્રોના વાઘા બનાવી પહેરાવવામાં આવ્યાં હતા.

ઉત્તરભારતના વિવિધ વિસ્તારોમાં થયેલી હિમવર્ષાએ સ્થિતિ બદલી નાંખી છે. સોમવારે રાત્રે તાપમાન ઘટી જતાં સીઝનની સૌથી કોલ્ડેસ્ટ ડે બની રહ્યો હતો.રવિવારે રાત્રિનું તાપમાન 9ડીગ્રી નોંધાયું હતું જેના પગલે લોકોએ ઠંડીનો ભારે ચમકારો અનુભવ્યો હતો. શિયાળાની હાંજા ગગડાવતી ઠંડીનો પ્રારંભ થતાં લોકોએ ગરમ વસ્ત્રો અને તાપણાઓનો સહારો લીધો હતો. રવિવારે સાંજથી શીતલહેરોને કારણે તાપમાનનો પારો ગગડવા લાગ્યો હતો અને મધ્યરાત્રિ સુધીમાં પારો 9 ડીગ્રીએ પહોંચી ગયો હતો. ઠંડીના ચમકારાને કારણે જનજીવન પર અસર જોવા મળી હતી. સોમવારે સવારે પણ લોકો ઠંડીમાં ઠુઠવાતાં નજરે પડયાં હતાં.ઠંડીના સામ્રાજ્યથી ઘરની બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે. વળી નોકરી ધંધા અર્થે જતાં દિવસભર ગરમ વસ્ત્રોનો સહારો લઇ રહ્યાં છે. છેલ્લા 10 વર્ષના આંકડા જોઇએ તો 5 વખત ભરૂચ જિલ્લાનું તાપમાન 9 ડિગ્રી કે તેથી નીચું ગયું છે.

વર્ષની એનર્જી એકઠી કરવા માટે શિયાળાની ઋતુમાં કસરતનો એક સહારો
ડિસેમ્બર માસની શરૂઆતથી જ શિયાળો પોતાનું સામ્રાજ્ય જમાવી રહ્યો છે. પખવાડિયામાં જ પારો 10 ડિગ્રી કરતાં નીચો જતાં સવારનાં સમયે ધુમ્મસનું પ્રમાણ પણ વધી ગયુ છે. વહેલી સવારે માર્ગો ઉપર મોર્નિંગ વોક માટે નિકળતા શહેરીજનો પણ સમયમાં ફેરફાર કરી મોડા મોડા ઘરમાંથી નીકળી રહ્યા છે. વર્ષભરની એનર્જી એકઠી કરી લેવા જિલ્લાવાસીઓ ભરપુર કસરતનો પણ લાભ ઉઠાવી રહ્યા છે.

ખેડૂતોએ ખેતરોમાં પાકને બચાવવા માટે શું તકેદારી રાખવી જોઇએ
તુવેરના પાકમા શીંગોમા દાણા ભરાવાની અવસ્થાએ જમીનમાં ભેજની ખેચ જણાય તો પિયત આપવું. કપાસમા ગુલાબી ઈયળના નિયંત્રણ માટે ખેતરમાં ફરોમેન ટ્રેપ ગોઠવી નર ફૂંદાઓનો નાશ કરવો. પાકની છેલ્લી વીણી બાદ પાકમાં ઘેટાં, બકરા કે ગાયો ઘણ ચરાવી દેવા. શેરડી ઉગાડતા ખેડુતોને સલાહ આપવામાં આવે છે કે ખેતરમાં તેના પાનનું પાળા ઉપર આચ્છાદન કરવાથી સાઠાં વેધક નિયંત્રણ તથા ભેજનો સંગ્રહ કરી શકાય. ઠંડીમા પશુઓ રાત્રે ખુલ્લામાં ન રાખવા નાના વાછરડાને પવનથી રક્ષણ આપવું, ખરવા-મોંવાસાની રસી મુકાવવી.

અસ્થમાના દર્દીઓને તકલીફ
જિલ્લામાં ઠંડીનું પ્રમાણ વધતાં શરદી ખાંસીની ફરિયાદો વધી છે. અસ્થમા જેવા રોગોનાં દર્દીઓને ઠંડી સતાવી રહી છે. નાની બીમારીઓની ફરિયાદો લઇને આવતા લોકોની હાજરીથી તબીબોને પણ સિઝન ફૂલી ફાલી છે. જેથી તબીબોને જાણે તડાકો બોલાઇ રહ્યો છે. મેડિકલ સ્ટોરમાંથી પણ કફ-સીરપનું ધુમ વેચાણ થઇ રહ્યું છે.

નર્મદામાં તાપમાન 10 ડિગ્રીએ
નર્મદા જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી પારો 10થી 13ની વચ્ચે રહ્યો છે. વહેલી સવારે ગાઢ ધુમ્મસથી માર્ગો પણ ખોવાઇ જાય છે. ઘનઘોર જંગલોનાં કારણે ઠંડીનું પ્રમાણ પણ વધુ રહેતું હોવાથી જિલ્લાવાસીઓ ઠુંઠવાઇ રહ્યા છે. મનમોહક વાતાવરણનો લ્હાવો લેવા ડેમસાઇટ પર પ્રવાસીઓ ઉમટી રહ્યા છે.

ઘરવિહોણા-ફૂટ પાથની ઉપર રહેતા પરિવારોની દયનીય સ્થિતિ
જિલ્લામાં આજે કેટલાંય પરિવારો ઘરવિહોણા અને ફુટપાથ ઉપર રહી જીવન ગુજારો કરી રહ્યા છે. અપુરતા વસ્ત્રોને કારણે તેમને ઠંડી સામે રક્ષણ મેળવવા માટે અન્ય કોઇ ઉકેલ નહીં રહેતા ઠુંઠવાતા રાત વિતાવી રહ્યા છે. જ્યારે ગ્રામિણ વિસ્તારોમાંથી સ્થળાંતરિત થઇને શહેરી વિસ્તારોમાં રોજગારી અર્થે આવતા શ્રમજીવી પરિવારો પણ દયનીય સ્થિતિમાં મુકાઇ રહ્યા છે.

10 વર્ષના લઘુત્તમ તાપમાનના આંકડા

વર્ષતાપમાન
12 ડિસેમ્બર 20109

2 જાન્યુઆરી 2011

10.8
14 જાન્યુઆરી 20128
3 જાન્યુઆરી 20139.5
14 ડિસેમ્બર 20147.8
25 ડિસેમ્બર 20159.4

27 ડિસેમ્બર 2016

10.6
11 જાન્યુઆરી 201711
29 ડિસેમ્બર 20187.9
30 જાન્યુઆરી 20199.6
17 જાન્યુઆરી 20207.4
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો