તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિક્ષણ:10-12ના વિદ્યાર્થીઓના મોડલ પ્રશ્નો GSEB એપ પર મુકાયા

ભરૂચ21 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વિદ્યાર્થીઓ માટે બોર્ડના પ્રશ્નપત્રો અને પેપર સ્ટાઇલ પણ ઉપલબ્ધ

બોર્ડની પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે શિક્ષણ વિભાગે જીએસઈબી મોબાઇલ એપ પર મોડેલ પ્રશ્નો સહિત અગાઉ બોર્ડમાં પુછાયેલા પ્રશ્ન પત્રોનું સોલ્યુશન મુકવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષાની તૈયારી માટે આ મોડલ પ્રશ્નપત્રો ઉપયોગી નિવળશે.ગુજરાત બોર્ડનાં ધોરણ 10થી12ના આર્ટસ્, સાયન્સ અને કોમર્સ પ્રવાહના વિદ્યાર્થીઓ માટે ઉપોયગી 50 હજારથી વધારે એમસીક્યુ, એકવાક્યમાં જવાબ, ખરાં ખોટા, ટંકમાં જવાબ તેમજ સવિસ્તાર પ્રશ્નો ઉપરાંત આ તમામના જવાબ સહિતની માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવી છે. પ્રેક્ટિસ માટે મોડેલ પેપરો અને અગાઉના વર્ષોમાં બોર્ડની પરીક્ષા દરમિયાનના પ્રશ્નપત્રો અને પેપર સોલ્યુશન મોબાઇલ એપ પર મુકાયુ છે.

રાજ્ય સરકારે વિદ્યાર્થીઓના હીતને ધ્યાનમાં રાખીને આ એપને તદ્દન ફ્રી અને તમામ લોકો વાપરી શકે તેવી બનાવી છે. શૈક્ષણિક વર્ષ 2020-21માં વિદ્યાર્થીઓના અભ્યાસક્રમ અને બોર્ડની પેપર સ્ટાઇલમાં ઘણા બદલાવ કર્યા છે. જે અંગેના નિયમો અને નમૂનાઓ શિક્ષણ વિભાગે જાહેર કર્યા છે. પરંતુ જીએસઇબી એપમાં આ પેપર સ્ટાઇલને અનુલક્ષીને પેપરો ડિઝાઇન કરાયા છે. જેથી વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા પહેલા તેની પ્રેક્ટિસ કરી શકે અને અસરકારક સ્વમૂલ્યાંકન કરી શકે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો