ધરપકડ:મોબાઇલ આંચકી ફરાર થયેલા બે શખસ કલાકોમાં જ પકડાયા, ઝડપાયેલાં ઝઘડિયાના બે પૈકી એક સગીર વયનો

ભરૂચ20 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઝાડેશ્વરના સ્વામિનારાયણ મંદિરની પાછળ આવેલી સત્યમ ટાઉનશીપ ખાતે રહેતાં શૈલેષ રતિલાલ પટેલ રાત્રીના સમયે તેમની સોસાયટીથી સર્વેશ્વર સોસાયટી તરફ ચાલતાં જઇ રહ્યાં હતાં. તે વેળાં યામાહા કંપનીની સ્પોર્ટ્સ બાઇક પર બે શખ્સોએ આવી તેમનો મોબાઇલ આંચકી ફરાર થઇ ગયાં હતાં.

સી ડિવિઝન પોલીસ મથકે તેમણે ફરિયાદ નોંધાવતાં પોલીસે વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત લગાવાયેલાં સીસીટીવી કેમેરા તેમજ અન્ય સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે શંકાસ્પદ બાઇકનો ભેદ ઉકેલતાં બાઇક ચલાવનાર કિશન રણછોડ વસાવા( રહે. માલપુર, ઝઘડિયા) તેમજ સગીર વયનો તેનો સાગરિત પોલીસના હથ્થે ચઢી ગયાં હતાં. પોલીસે તેમની પાસેથી બાઇક તેમજ 4 મોબાઇલ કબજે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...