આમોદ નગરપાલિકા સામે છેલ્લા 30 દિવસથી પ્રતીક ઉપવાસ ઉપર બેઠેલાં પ્રતિનિધિઓની આજ રોજ આમોદ-જંબુસર મત વિસ્તારના ધારાસભ્ય સંજયસિંહ સોલંકીએ મુલાકાત લીધી હતી.ધારાસભ્યએ ઉપવાસ પર બેઠેલા સફાઈ કામદારોના પ્રશ્નો અંગે ગાંધીનગર પાલિકા નિયામકને રજુઆત કરવાની ખાતરી આપી હતી.
આમોદ પાલિકાના સફાઈ કામદારોના પ્રતિનિધિઓમાં બે પાલિકા કર્મચારીઓને મુખ્ય અધિકારીએ ખોટી રીતે છુટા કરી દીધા હતાં.જેથી છેલ્લા 30 દિવસથી તેઓના પ્રતિનિધિઓ પ્રતીક ઉપવાસ ઉપર બેઠા હતાં.સફાઈ કામદારોને નિયમિત પગાર કરવામાં આવતો નથી,માસિક પગારથી કપાત થયેલ પીએફના નાણાં જમા થયાં નથી. તેમજ 2011થી લઈ 2022સુધીનું એક પણ સફાઈ કર્મચારીનું ઇ.પી.એફ.ક્લિયર કરેલ નથી.પી.એફ.થયેલાં ગોટાળા બાબત જેવી વ્યાજબી માંગણીઓ સાથે સફાઈ કામદારોના પ્રતિનિધિઓ પાલિકા કચેરી સામે પ્રતીક ઉપવાસ ઉપર બેઠા છે.ત્યારે આજે 30 દિવસ થવા છતાં કોઈ નિવેડો નહીં આવતા આમોદ જંબુસર મત વિસ્તારના ધારાસભ્ય સંજયસિંહ સોલંકીએ મુલાકાત લીધી હતી.તેમની સાથે આમોદ જંબુસર વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણા,આમોદ શહેર કોંગ્રેસ પ્રમુખ બાબુ બરફવાલા સહિતના આગેવાનો જોડાયા હતાં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.