તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરણા યોજયા:જંબુસર શહેરમાં મીઠા પાણી બાબતે ધારાસભ્યના ધરણા

ભરૂચ16 દિવસ પહેલા
  • કૉપી લિંક

જંબુસર શહેરમાં મીઠા પાણીની ખુબ મોટી સમસ્યા રહી છે. તાલુકાના ગામડામાં તો મીઠું પાણી મલે છે પરતું શહેરીજનો ને ચાખવા પણ મળતુ નથી. જેના કારણે જંબુસર ના ધારાસભ્ય સંજય સોલંકીની આગેવાની માં કોંગ્રેસી કાર્યકરો દ્વારા નગરપાલિકા ખાતે ધરણા યોજયા હતા. આ બાબતે તેમણે જણાવ્યું હતું કે આ મીઠા પાણી માટે 2014 ની ગ્રાટ મંજુર થયેલી છે.

જે કામ 18 મહીનામાં આપવાનું હતું તેને આજે 8 વર્ષ વિતી ગયા છતાંય પુરું થયું નથી. વધુ માં વિરોધપક્ષ ના શાકીર મલેકે જણાવ્યું હતું કે આ કામ માટે 80 % જેટલો ખર્ચ પડી ગયો છે છતાંય હજુ પુરું થયું નથી. હાલની નવી બોડી બન્યા બાદ પણ ખર્ચ પાડવામાં આવ્યો છે. સમસ્યા નહીં ઉકેલાય તો ધરણા યોજાશે અને તાળાબંધી જેવા કાર્યક્રમો યોજાશે.તેવી ચીમકી ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે...