તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

આવેદન:પાલેજની કંપનીના પ્રદૂષણ મુદ્દે ધારાસભ્યનો મુખ્યમંત્રીને પત્ર

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રદૂષણ અટકે તેવા આધુનિક સાધનો કંપની વસાવેઃ ધારાસભ્ય
  • કંપની બંધ થતાં 500 વર્કરોની રોજગારી પર અસર થશેઃ સાંસદ

ભરૂચ જિલ્લાના પાલેજમાં આવેલી ફીલીપ્સ કાર્બન કંપની દ્વારા છોડવામાં આવતા પ્રદુષણના કારણે સ્થાનીક લોકોમાં આક્રોશ ફેલાયો છે. ફીલીપ્સ કંપની દ્વારા ઘણા સમયથી કાર્બન હવામાં છોડવામાં આવે છે. જેથી સમગ્ર ગામમાં કાર્બન ડસ્ટ છોડવાથી ખેતીની જમીન અને ગામતળનું પાણી પ્રદુષિત થાય છે. ગ્રામજનોમાં દમ,શ્વાસોશ્વાસનો રોગ,કેન્સર જેવી ગંભીર બીમારીનો ભોગ બનીને મૃત્યુ પણ થયા છે. હાલમાં પણ કંપની દ્વારા હવા,પાણી પ્રદુષણ ફેલાવતા હોવાનો ગ્રામજનોએ આક્ષેપો કર્યા છે. જેના વિરોધમાં અગાઉ ગ્રામજનોએ કંપનીની ગેટ પાસે દેખાવો કરી કંપનીના સંચાલકોને ધ્યાન દોર્યું હતું. જોકે ત્યાર બાદ પણ કોઈ નિકાલ નહીં. આવતા સ્થાનિક આગેવાનોએ કલેકટરને આવેદનપત્ર આપી કંપનીને બંધ કરવાની માંગ કરી હતી.

કંપની નજીકના પાલેજના સ્થાનિક લોકોએ કંપની વિરૂદ્ધ સહી ઝુંબેશ ઉપાડી ભરૂચના સાંસદ અને ધારાસભ્યને આવેદનપત્ર આપવાનું નક્કી કરાયું હતું. જે મામલે વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણાએ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને કંપનીની તપાસ કરાવીને પ્રદુષણ અટકે તેવા આધુનિક સાધનો વસાવી પ્રદુષણ અટકાવે તેવી કાર્યવાહી કરવા વિનંતી કરી હતી. આ મુદ્દે સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે,પાલેજમાં પ્રદૂષણને લઈને કંપની બંધ કરાવવા માટે દેખાવો કરવામાં આવી રહ્યા છે, જે એક પ્રકારના રાજકીય કાવાદાવા છે, તેમાં આ કંપની બંધ થવાથી 400 થી 500 વર્કરોની રોજી રોટી પર વિપરીત અસર પડે તેમ છે. તેનાથી રોજગારીની અનેક સમસ્યાઓ ઊભી થશે અને જિલ્લામાં બીજા ઉદ્યોગો આવતા અટકશે, તો મારું સૂચન છે કે પ્રદૂષણની સમસ્યા હોય તો તે દૂર કરવા માટે નિષ્ણાતોની ટીમ પાસે તપાસ કરાવવી જોઈએ તથા પ્રદૂષણ ફેલાતું અટકાવવા માટે યોગ્ય જગ્યાએ રજૂઆત કરવી જોઈએ.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આકરી મહેનત અને પરીક્ષાનો સમય છે. પરંતુ તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ રહેશો. વડીલોનો સ્નેહ અને આશીર્વાદ તમારા માટે જીવનની સૌથી મોટી પૂંજી રહેશે. પરિવારની સુખ-સુવિધાઓ પ્રત્યે પણ ત...

વધુ વાંચો