તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આક્ષેપ:MLA મહેશ વસાવાને મારવાની ચીમકી આપી ડ્રાઇવરને ધમકાવ્યો

ભરૂચએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વાલિયા તાલુકાના શિક્ષક સહિતના 3 ઇસમો ભાજપાના હોવાના આક્ષેપો

સ્થાનિક સ્વારજની ચુંટણી ટાણે ભરૂચમાં રાજકીય વાતાવરણ ફરી ગરમાયું છે. નેત્રંગ તાલુકાના ચંદેરિયા સ્થિત ભારતીય ટ્રાઇબલ પાર્ટીના કાર્યાલયના ડ્રાઇવરને વાલિયા તાલુકાના ત્રણ ઇસમોએ કારમાં આવીને અપશબ્દો બોલીને ધમકી આપી હતી. કારમાં આવેલા ઇસમોએ ડેડિયાપાડાના ધારાસ્ભ્ય મહેશ વસાવાને સંબોધતા ધમકી આપી કે, મહેશભાઇ ધારાસભ્યને બોલાવો એના ટાંટિયા ભાંગી નાંખવા છે. તમારા મહેશને કહેજો કે માપમાં ચાલજો નહિ તો ઉપર પહોચાડી દઇશુ. તું ઓફિસ ચલાવે છે તેને બોલાવ અને સમજાવી દેજે તેને ટાંટીયા વગરના કરી નાખીશુ. તેમ ધમકી આપી હતી.

નેત્રંગના ચંદેરિયા વાઇટહાઉસ ખાતે ધારાસભ્ય મહેશ વસાવાના ડ્રાઇવર દિલિપ રવિયા વસાવાએ નેત્રંગ પોલીસ સ્ટેશનમાં 5 ફેબ્રુઆરીના રોજ ફરિયાદ નોંધાવી હતી. જેમાં વાલિયા તાલુકાની પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા સુધિર સુકડભાઇ વસાવા, વાલિયાના વિહાર કાંતીભાઇ વસાવા સહિત એક અજાણ્યા ઇસમ વિરૂદ્ધ ફરિયાદ નોંધાય છે. બીટીપીના આગેવાનોએ જણાવ્યુ હતુ કે, આ ત્રણેય ઇસમો ભાજપાના કાર્યકરો છે. રાજક્યી કિન્નાખોરીને કારણે બીટીપીના કાર્યકરોને ધમકી અપાઇ રહી છે. આ ત્રણેય ઇસમો કારમાં આવ્યાના પુરાવા સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. નેત્રંગ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યુ હતુ કે, ફરિયાદીની સાથેના લોકોનુ નિવેદન લેવાનું બાકી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો