મંત્રીની મુલાકાત:ભરૂચ અને અંકલેશ્વરની રાજ્યના ગ્રામ વિકાસ અને ગૃહ નિર્માણ મંત્રી અર્જુનસિંહ ચૌહાણે મુલાકાત લીધી

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નર્મદા મૈયા બ્રિજ મુલાકાત સહિત માતરિયા તળાવ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ સહિતનું નિરીક્ષણ કર્યું

ભરૂચ અને અંકલેશ્વરની મુલાકાતે શનિવારે રાજ્યના ગ્રામ વિકાસ અને ગ્રામ ગ્રહ નિર્માણ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ આવી પહોંચ્યા હતા. જેઓએ સેવાસેતુ, સિવિલ હોસ્પિટલ, સેવાયજ્ઞ, નર્મદા મૈયા બ્રિજ, આયુષ્યમાન કાર્ડ લાભાર્થીઓ, માતરિયા તળાવ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષની મુલાકાત લઈ સીધો સંવાદ યોજી જરૂરી સલાહ સૂચનો કર્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસન અને સેવાના 8 વર્ષની ઉજવણી હાલ થઈ રહી છે. ગુજરાતની ભાજપ સરકાર દ્વારા પણ આ અંગે વિવિધ કાર્યક્રમો અને સેવાકાર્યોની કામગીરી હાથ ધરાઈ છે.

ભરૂચ જિલ્લામાં આજે રાજ્યના ગ્રામ વિકાસ અને ગૃહ નિર્માણ મંત્રી અર્જુનસિંહ ચૌહાણનો કાર્યક્રમ આયોજિત કરાયો હતો. સવારે અંકલેશ્વરના નોગામાં ગામ ખાતે મંત્રીએ હનુમાન મંદિરની મુલાકાત લઈ શનિવાર હોય પૂજન અર્ચન કર્યા હતા. જે બાદ માંડવા ગામે સેવાસેતુ કાર્યક્રમમાં હાજરી આપી હતી. અંદાડા ગામની મુલાકાત લઈ તેઓ નર્મદા મૈયા બ્રિજ ઉપર પોહચ્યા હતા. જ્યાં બ્રિજનું નિરીક્ષણ કરી જરૂરી માહિતી મેળવી હતી.

બપોરે ભરૂચ સિવિલ હોસ્પિટલની મુલાકાત મંત્રી અર્જુનસિંહ ચૌહાણ એ લઈ સારવાર લઈ રહેલા દર્દીઓને મળી તેમને સારવાર દરમિયાન કોઈ પણ પ્રકારની તકલીફનો સામનો નથી કરવો પડી રહ્યો ને તેની ચકાસણી કરી હતી.

ભરૂચ સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં આવેલા સેવા યજ્ઞ સમિતિમાં ઘરવિહોણા દર્દીઓની મુલાકાત લઈ તેમને સાંત્વના આપી તેમજ સિવિલ હોસ્પિટલમાં આવેલ ગર્લસ કોલેજની પણ મુલાકાત લીધી હતી. સાંજે માતરિયા તળાવ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષની મુલાકાત બાદ શહેરના વોર્ડ નંબર 6 માં આયુષ્યમાન કાર્ડના લાભાર્થીઓ જોડે સંવાદ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...