મંત્રીની મુલાકાત:અંકલેશ્વરના ઉદ્યોગ મંડળના પ્રતિનિધિઓ સાથે મંત્રી કનુ દેસાઈએ બેઠક કરી, વિવિધ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરાઈ

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉદ્યોગોને કનડતા પ્રશ્નો અંગે મંત્રીને રજૂઆત કરાતા તેમાં ઘટતું કરવાની મંત્રીએ ખાતરી આપી

ગુજરાત સરકારના ફાઇનાન્સ, એનર્જી, પેટ્રોકેમિકલ મંત્રી કનું દેસાઇ અંકલેશ્વરની મુલાકાતે આવી પહોચ્યાં હતા. જ્યા ભરૂચ જિલ્લાના વિવિધ ઉદ્યોગ મંડળના પ્રતિનિધિઓ સાથે રાજ્ય સરકારના ફાઇનાન્સ, એનર્જી, પેટ્રોકેમિકલ મંત્રી કનું દેસાઇએ બેઠક કરી હતી. તેઓએ વિવિધ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરી હતી.

ગુજરાત સરકારના ફાઇનાન્સ, એનર્જી, પેટ્રોકેમિકલ મંત્રી કનું દેસાઇ અંકલેશ્વરની મુલાકાતે આવી પહોચ્યાં હતા. અંકલેશ્વરની રુધ્યોગ મંડળની કચેરી ખાતે તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જિલ્લાની વિવિધ ઔદ્યોગિક વસાહતના ઉદ્યોગ મંડળના પ્રતિનિધિઓ દ્વારા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ઉદ્યોગોના વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

ઉદ્યોગોને કનડતા પ્રશ્નો અંગે મંત્રીને રજૂઆત કરવામાં આવી હતી. જે સાંભળી તેમાં ઘટતું કરવાની તેઓએ ખાતરી આપી હતી. આ કાર્યક્રમમાં અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ રમેશ ગાબાણી, દહેજ ઉદ્યોગ મંડળના પ્રમુખ એમ.એ.હનીયા, પાનોલી ઉદ્યોગ મંડળના પ્રમુખ બી.એસ.પટેલ, વિલાયત ઉદ્યોગ મંડળના પ્રમુખ મહેશ વશી, સેક્રેટરી હરીશ જોશી સહિતના આગેવાનો તેમજ ઉદ્યોગ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...