કાર્યવાહી:ભરૂચમાં મોબાઇલના મુદ્દે વેપારીનો ગ્રાહક પર હુમલો

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તુલસીધામ શાકમાર્કેટ વિસ્તારમાં બનેલી ઘટના

ભરૂચના ઝાડેશ્વરના કોઠી ફળિયામાં રહેતો અવિનાશ ઉર્ફે રવિ આહિરે તુલસીધામ શાક માર્કેટમાં આવેલી સાંઇ મોબાઇલ શોપ નામની દુકાનમાંથી એક મોબાઇલ હપ્તેથી ખરીદી કર્યો હતો. જોકે, દુકાન માલિક કલ્પેશે તેને મોબાઇલ આપ્યો ન હતો. દરમિયાનમાં અવિનાશે મોબાઇલના હપ્તા ભર્યાં હોઇ તે તેનો મોબાઇલ લેવા માટે દુકાને જતાં કલ્પેશે તેને હમણાં તને કોઇ મોબાઇલ મળશે નહીં તેમ કહીં તેને ધક્કો મારી દુકાનમાંથી નિકળી જવાનું કહેતાં અવિનાશે તેને ધક્કો મારવાની ના પાડતાં તેમની વચ્ચે મામલો ગરમાયો હતો.

ઘટનામાં નિમેશ મહેશ નગ્રાસણાએ ફરિયાદ નોંધાવી હતી કે, તેના ભાઇ કલ્પેશની દુકાનમાંથી અવિનાશ આહિર એક વર્ષ પહેલાં હપ્તેથી મોબાઇલ લઇ ગયો હતો. જેના 6 મહિનાના હપ્તા ન ભરતો હોઇ તેમણે તેનો મોબાઇલ લઇ લીધો હતો. અરસામાં અવિનાશ તેના સાગરિતો રાહૂલ, ચિરાગ તેમજ સુનિલ સાથે આવી તેના ભાઇ પર હૂમલો કરી બન્ને ભાઇની દુકાનમાં નુકશાન કર્યું હતું.બનાવ સંદર્ભ ભરૂચ સી ડિવિઝન પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...