તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આક્રોષ:અંકલેશ્વરમાં ઇ.એસ.આઈ.સી.ની કોવિડ હોસ્પિટલના તબીબ પર દર્દીના પરિવારજનોનો હિંસક હુમલો કર્યો

ભરૂચ12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ચાર દિવસ પહેલા મુકેલ ઇન્જેકશનને પગલે દર્દીની તબિયત લથડી હોવાનો આક્ષેપ

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ની ઇ.એસ.આઈ. હોસ્પિટલમાં આવેલ સ્પેશિયલ કોવિડ વોર્ડ ખાતે દર્દીના પુત્ર સહિત ત્રણ ઈસમોએ તબીબો સાથે બોલાચાલી કરી હતી. તેમજ હુમલો કરી મારમારતા એક તબીબને ગંભીર ઇજાઓ પહોંચાડી ફરાર થઈ ગયા હતા.

અન્ય કોરોનાના દર્દીઓને તપાસ કરવા ગયા હતા

મૂળ અમદાવાદના અને હાલ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ની ઇ.એસ.આઈ.સી હોસ્પિટલના ક્વાટર્સમાં રહેતા 32 વર્ષીય ડો.અબ્દુલ અઝીઝ મહમદ હનીફ ખત્રી ગતરોજ રાતે ઇ.એસ.આઈ.સી હોસ્પિટલના સર્જીક્લ વોર્ડમાં દર્દીઓને તપાસી રહ્યાં હતા. જે બાદ તેઓ સ્પેશિયલ કોવિડ હોસ્પિટલના કેજ્યુલિટી વોર્ડમાં અન્ય કોરોનાના દર્દીઓને તપાસ કરવા ગયા હતા. તે દરમિયાન દર્દી પારસનાથ રામપ્રસાદ યાદવના પુત્ર સહિત અન્ય બે ઇસમો ફરજ પર હાજર ડો.અર્જુન વસાવા સાથે માથાકૂટ કરી રહ્યાં હતા.

કમરના ભાગે ફેકચર કરી ઇજાઓ પહોંચાડી ફરાર થઈ ગયા

જ્યાં તેઓ પહોંચાયા હતા તે દરમિયાન દર્દીના પુત્ર અને અન્ય બે ઇસમોએ તબીબને કહેવા લાગેલ કે ચાર દિવસ પહેલા મુકેલ ઇન્જેકશનને પગલે દર્દીની તબિયત લથડી હોવાનો આક્ષેપ કર્યો હતો. અને તબીબે દર્દી કોરોના પેસેન્ટ હોવાથી સારવાર ચાલતી હોવાનું જણાવતા જ આવેશમાં આવી ગયેલા ત્રણેય ઇસમોએ પર તૂટી પડ્યા હતા. અને તેઓને ઢીકા પાટુનો મારમારતા તેઓને કમરના ભાગે ફેકચર કરી ઇજાઓ પહોંચાડી ફરાર થઈ ગયા હતા. બનાવની જાણ વિભાગીય પોલીસ વડા ચિરાગ દેસાઇને થતાં તેઓ પોલીસ કાફલા સાથે સ્થળ પર દોડી આવ્યા હતા. અને ઘટના અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો