તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નારાજગી:ભરૂચમાં ART સેન્ટરના સભ્યોએ મે મહિનાનો અને આગળનો પગાર ન સ્વીકાર વિરોધ કર્યો

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કર્મચારીઓની હક્ક અંગે કરવામાં આવેલી માંગણીઓ નહીં સ્વીકારતા રોષ

ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે એ.આર.ટી.સેન્ટરમાં 12 જેટલાં સભ્યો છેલ્લા 10 વર્ષ કરતા પણ વધુ સમયથી સંસ્થા ખાતે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહ્યા હતા. જેમાં હાલ ગુજરાત સ્ટેટસ એઇડસ કંટ્રોલ સોસાયટી દ્વારા કર્મચારીઓના નવા કરાર કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. જેમાં GSACS કચેરીના અધિકારી દ્વારા કર્મચારીઓના કરાર NACO ની એ.આર.ટી.સેન્ટર માટેની નેશનલ ગાઇડલાઇન અનુસાર એનેક્ષર-7 મુજબ કરાવતા કર્મચારીઓને અહિત કે નુકશાન થાય તેવા મુદ્દાઓ ઉમેરીને કરાર કરવા સાથે GSACS ના અધિકારીને કર્મચારીઓના કરાર NACO ની એ.આર.ટી.સેન્ટરના નેશનલ ગાઇડલાઇનની એચ.આર. પોલિસી અંતર્ગત ઘણીવાર રજુઆત કરવામાં આવી હતી.

જેમાં કોઈ પ્રત્યુત્તર ન આપીને કર્મચારીઓ પર કડક વલણથી કોર્ટ કેસમાંને જોડાયેલા કર્મચારીઓના પગાર અટકાવેલા છે સાથે વર્ષ 2017 થી કોર્ટમાં ગયેલા કર્મચારીઓના પગાર છેલ્લા એપ્રિલ 2012 થી નિયમ મુજબ મળતા હતા તે કપાત કરીને વર્ષ 2017 મુજબના પગાર આપવામાં આવી રહ્યા છે તેવા નિર્ણયો લેવામાં આવ્યા હતા.

એચ. આઈ. વી. ગ્રસ્ત દર્દીઓના હિતને ધ્યાનમાં રાખીને સ્ટાફ દ્વારા કોઈ પણ પ્રકારના ધરણા કે સ્ટ્રાઇક રાખવામાં આવશે નહીં, પરંતુ મે મહિનાનો અને આગળનો પગાર વિનંતી પૂર્વક અસ્વીકાર કરીને વિરોધ નોંધાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...