તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેઘમહેર:ભરૂચ જીલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, વાલિયા પંથકમાં સૌથી વધુ અઢી ઈંચ વરસાદ

ભરૂચ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જીલ્લામાં આજે સવારથી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી

ભરૂચ જીલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ છે. જેમાં વાલિયા પંથકમાં સૌથી વધુ અઢી ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. તેમાં જીલ્લામાં આજે સવારથી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે.

બપોરે બે વાગ્યા સુધીમાં અઢી ઇંચ વરસાદ ખાબક્યો
જીલ્લાના ચાર તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. જેમાં વાલિયામાં બપોરે બે વાગ્યા સુધીમાં અઢી ઇંચ વરસાદ ખાબક્યો છે. જીલ્લામાં ચોમાસુ વિધિવત રીતે બેસી ગયું છે. અને મેઘરાજા સતત પોતાની હાજરી પુરાવી રહ્યાં છે. આજે સવારથી ભરૂચના ચાર તાલુકાઓમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. આજે વડ સાવિત્રી વ્રત હોઈ સૌભાગ્યવંતી સ્ત્રીઓએ મેઘરાજાની હાજરીમાં જ પોતાના પતિની લાંબી આયુ માટે કામના કરવી પડી હતી.

સૌથી વધુ વરસાદ વાલિયા તાલુકામાં નોંધાયો
જીલ્લામાં સૌથી વધુ વરસાદ વાલિયા તાલુકામાં નોંધાયો છે. વાલિયા તાલુકામાં અઢી ઇંચ વરસાદ નોંધાયો હતો. તો ભરૂચ તાલુકામાં ચાર મીમી વરસાદ નોંધાયો છે. જીલ્લાના ચાર તાલુકાઓમાં વરસેલા વરસાદના આંકડાઓ પર નજર કરીએ તો ભરૂચ તાલુકામાં ચાર મીમી, અંકલેશ્વરમાં 47 મીમી, નેત્રંગમાં 33 મીમી, તથા વાલિયામાં 67 મીમી વરસાદ નોંધાયો હતો. તો બાકીના પાંચ તાલુકાઓમાં વરસાદ નોંધાયો નથી. વરસાદ વરસતા વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...