તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાતાવરણમાં પલ્ટો:ભરૂચ જીલ્લામાં મેઘરાજાનું ધમાકેદાર આગમન, પાંચ તાલુકાઓમાં મેધમહેર થઇ

ભરૂચ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જીલ્લામાં નવ પૈકી પાંચ તાલુકાઓમાં વરસાદ નોંધાયો

ભરૂચ જીલ્લામાં મેઘરાજાનું ધમાકેદાર આગમન થયુ છે. જેમાં પાંચ તાલુકાઓમાં મેધમહેર થઇ છે. તથા જીલ્લામાં નવ પૈકી પાંચ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જીલ્લામાં વરસાદના આગમનથી ઠંડક પ્રસરી

ચોમાસું ગુજરાતમાં પ્રવેશી ચુક્યું છે. ત્યારે ભરૂચ જીલ્લામાં પણ મળસ્કેથી વરસાદ વરસવાનું શરુ થયું હતું. છેલ્લા બે દિવસથી પવન જોવા મળ્યો હતો. અને ધૂળની ડમરીઓ જોવા મળતી હતી. જિલ્લાવાસીઓ ચોમાસાની ચાતક નજરે રાહ જોઈ રહ્યાં હતા અને વરસાદ વરસે તો ગરમીમાંથી રાહત મળે તેમ ઈચ્છી રહ્યાં હતા.

નવ પૈકી પાંચ તાલુકાઓમાં વરસાદ નોંધાયો

દરમિયાન આજે સવારે વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી હતી. જીલ્લાના નવ પૈકી પાંચ તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. જેના આંકડા પર નજર કરીએ તો બરૂચ તાલુકામાં 6 મીમી, અંકલેશ્વરમાં 21 મીમી, હાંસોટમાં 25 મીમી, વાલિયામાં ૩ મીમી તથા ઝગડિયામાં 4 મીમી વરસાદ નોંધાયો હતો. તો અન્ય તાલુકાઓમાં વરસાદ નોંધાયો નથી. તેમજ જીલ્લામાં વરસાદના આગમનથી ઠંડક પ્રસરી છે.

અન્ય સમાચારો પણ છે...