સાર્વત્રિક મેઘમહેર:ભરૂચ જિલ્લાના તમામ તાલુકામાં મેઘરાજાએ હેત વરસાવ્યું, સોથી વધુ નેત્રંગમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો

ભરૂચ3 મહિનો પહેલા
  • ભારે વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરાયા, તમામ માર્ગો ઉપર ખાડા ખબોચિયાને લઈ વાહન ચાલકો પરેશાન

રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે ભરૂચ જિલ્લામાં પણ વરસાદના એલર્ટ વચ્ચે સોમવાર સવાર સુધીમાં વીતેલા 24 કલાકમાં સાર્વત્રિક મેઘમહેર થઈ છે. સૌથી વધુ નેત્રંગમાં 2 ઇંચ અને જંબુસરમાં દોઢ ઇંચ, ઝઘડિયામાં 1 ઇંચ, વાલિયામાં 1 ઇંચ, હાંસોટમાં 1 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા.

ક્યા તાલુકામાં કેટલો વરસાદ વરસ્યો?
ભરૂચ જિલ્લામાં પણ સાર્વત્રિક મેઘમહેર થઈ હતી. જિલ્લાના 9 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ધોધમાર વરસાદને પગલે ઠેર-ઠેર વરસાદી પાણી ભરાયા હતા. નેત્રંગમાં 2 ઇંચ, જંબુસરમાં દોઢ ઇંચ, ઝઘડિયામાં 1 ઇંચ, વાલિયામાં 1 ઇંચ, હાંસોટમાં 1 ઇંચ, આમોદમાં 19 મિમી,અંકલેશ્વરમાં 14 મિમી, ભરૂચમાં 10 મિમી, વાગરામાં 9 મિમી વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદથી અનેક માર્ગો ધોવાયા હતા. સતત વરસાદથી જિલ્લાના માર્ગો વધુ ખખડધજ બની ગયા છે. માર્ગો ઉપર ખાડા ખાબોચિયાને લઈ વાહન ચાલકો અને લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. મુખ્ય માર્ગોના સળિયા પણ બહાર આવી જતા કોન્ટ્રાક્ટ દ્વારા તકલાદી કામ કરાયું હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. શનિવારે રાત્રી દરમિયાન ક્યારેક હળવા ઝાપટાં તો ક્યારેક ધોધમાર વરસેલા મેઘરાજાએ કેટલાય વિસ્તારો અને માર્ગોને પાણી પાણી કરી દીધા હતા.

અન્ય સમાચારો પણ છે...