રસીકરણ:વાગરામાં 84 સ્થળોએ મેગા વેક્સિનેશન કેમ્પ

ભરૂચ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા સેન્ટરોની મુલાકાતે
  • ​​​​​​​સાંજે 5 વાગ્યા સુધીમાં 15288 લોકોનું રસીકરણ

ભરૂચ જિલ્લામાં કોવિડ-19 થી બચવા કોરોના રોગપ્રતિકારક રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. આ અભિયાનને ખુબ જ સુંદર પ્રતિસાદ મળી રહ્યો છે.વાગરા તાલુકામાં 84 જેટલા સ્થળોએ મેગા વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વેળાએ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ વાગરા તાલુકાના વિલાયત અને ભેરસમ ગામના વેક્સિનેશન સેન્ટરોની મુલાકાત લીધી હતી. વેક્સિનેશન કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.

તેમણે વેક્સિનેશન કરતાં સ્ટાફ સાથે અને વેક્સિન લેનાર લાભાર્થીઓ સાથે વાતચીત કરી વેક્સિન લેવા માટે લોકોને પ્રોત્સાહિત કર્યા હતા અને વેક્સિન લેવા સૌ કોઈ આગળ આવે તે માટેની સમજણ પણ આપી હતી. આ મુલાકાત વેળાએ નિવાસી અધિક કલેક્ટર જે.ડી.પટેલ સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ મેગા વેક્સિનેસન ડ્રાઈવમાં વેક્સિનનો ડોઝ લેનારને “યુવા અનસ્ટોપેબલ” સંસ્થાના સૌજન્યથી વિનામૂલ્યે એક લીટર ખાદ્યતેલનું વિતરણ કરાયું હતું. વાગરાના 84 સેન્ટરો પર સાંજે 5 વાગ્યા સુધીમાં 15288 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...