વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે ભરૂચ સિટીઝન કાઉન્સિલ દ્વારા અંકલેશ્વર ખાતે મેગા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું
ભરૂચ જિલ્લો હરિયાળો બને અને પર્યાવરણનું જતન થાય તે માટે ભરૂચ સીટીઝન કાઉન્સિલ હરહંમેશ પ્રયત્નશીલ છે. આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ભરૂચ સિટીઝન કાઉન્સિલ, અંદાડા ગ્રામ પંચાયત તથા અંકલેશ્વર તાલુકા કાનૂની સેવા સત્તા મંડળના ઉપક્રમે અંકલેશ્વર તાલુકાના અંદાડા ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.
અંકલેશ્વર તાલુકાના અંદાડા ખાતે હરીયાળુ વન ઉભું કરવા માટેની નેમ સૌ કોઈએ લીધી હતી. જિલ્લાના વિવિધ ગામોમાં આવેલ પડતર જમીન ઉપર વૃક્ષારોપણ કરી તેને હરિયાળી બનાવવામાં આવે તે માટે ઉપસ્થિતો એ કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. ત્યારબાદ ગોલ્ડન બ્રિજ તરફના છેડે બોરભાઠા જવાના માર્ગ ઉપર રેવા અરણ્ય ભાગ-4 ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં કાઉન્સિલના પ્રમુખ જીવરાજ પટેલ, સેક્રેટરી હરીશ જોષી, મનોજભાઈ આનંદપુરા નરેશ પુજારા, ડીએફઓ ઉર્વશીબેન પ્રજાપતિ, આર.એફ.ઓ. ડામોર, અંદાડા ગ્રામ પંચાયતના સરપંચ નીરુબેન પટેલ, આગેવાન વિશાલ પટેલ જિલ્લા પંચાયતના સભ્ય કિરીટ પરમાર, તાલુકા પંચાયતના સભ્ય પુષ્પાબેન પટેલ, અંકલેશ્વર કોર્ટના સિવિલ જજ મકવાણા સહિતના આગેવાનો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.