મેગા મેડીકલ કેમ્પ:ભરૂચની સેવા ભાવી સંસ્થા દ્વારા મેગા મેડિકલ સર્જીકલ કેમ્પનું આયોજન કરાયુ, 5 હજારથી વધુ દર્દીઓએ લાભ લીધો

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલના હસ્તે દિવ્યાંગોને વ્હીકલ અને ન્યુટ્રીશનની કીટનું વિતરણ પણ કરાયું

ભરૂચની સેવા ભાવી સંસ્થા રોટરી કલબ દ્વારા મેગા મેડિકલ સર્જીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 5 હજારથી વધુ દર્દીઓએ લાભ લીધો હતો. નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલના હસ્તે વ્હીકલ અને ન્યુટ્રીશનની કીટનું વિતરણ પણ કરાયું હતું.

રોટરી કલબ ઓફ ભરૂચ અને રોટરી વેલફેર ટ્રસ્ટ દ્વારા છેલ્લા 6 વર્ષથી મેગા મેડિકલ સર્જીકલ કેમ્પનું આયોજન કરવામાં આવે છે. કોરોના કાળને બાદ કરતા આ વર્ષે પણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આજરોજ સ્ટેશન રોડ ઉપર આવેલા નવ નિર્મિત બસ સ્ટેન્ડ પાછળ મેગા મેડિકલ સર્જીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જે કેમ્પમાં ભરૂચના નામાંકિત 214 તબીબો સેવા આરોગ્ય લક્ષી સેવાઓ આપી હતી.

આ કેમ્પમાં દિવ્યાંગ બાળકોને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલના હસ્તે વ્હીકલ અને ન્યુટ્રીશનની કીટનું વિતરણ કરાયું હતું. આ કેમ્પમાં રોટરી પ્રમુખ ડો. વિક્રમ પ્રેમકુમાર, રોટેરીયન અનીશ પરિક, રોટેરીયન ચિરાગ તામ્બેડિયા અને સભ્યો તથા વોલઈન્ટીયર ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...