કોરોનાવાઈરસ:અંકલેશ્વરમાં જિલ્લા પ્રભારી સચિવના અધ્યક્ષસ્થાને બેઠક

ભરૂચ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કન્ટેનમેન્ટ ઝોનમાં અમલીકરણ માટે કડક કાર્યવાહી કરવા આદેશ

અંકલેશ્વર શહેરમાં વધતા કેસો બાબતે જિલ્લા પ્રભારી સચિવ અને ગુજરાત ઉર્જા વિકાસ નિગમના મેનેજીંગ ડીરેક્ટર શ્રીમતિ શાહમીના હુસેનના અધ્યક્ષસ્થાને અંકલેશ્વર પ્રાંત કચેરીમાં બેઠક યોજાઈ હતી. 

કોરોના સામે સાવચેતી અને સલામતી માટે જાગૃત્તિ અવશ્ય જરૂરી
અધ્યક્ષશ્રીએ જિલ્લામાં અને અંકલેશ્વરમાં વધતા કોરોનાના દર્દીઓ અંગે ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, આ રોગના અટકાયતી પગલાંઓ લેવામાં કોઈ કરકસર રાખવાની નથી. તેની સાથો સાથ પ્રજાજનોમાં જેમ બને તેમ કોરોના સામે સાવચેતી અને સલામતી માટે જાગૃત્તિ અવશ્ય જરૂરી છે. તદઉપરાંત કન્ટેનમેન્ટ ઝોનમાં અમલીકરણ માટે કડક કાર્યવાહી કરવા અધિકારીઓને અનુરોધ કર્યો હતો.આ બેઠકમાં જિલ્લા કલેક્ટર ડૉ. એમ.ડી.મોડિયા, જિલ્લા આરોગ્ય અધિકારી ત્રિપાઠી, પ્રાંત અધિકારી રમેશભાઈ ભગોરા સહિત વિવિધ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...