તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના કાળ:ભરૂચ સિવિલના મેડિકલ વેસ્ટની બેગો કચરા પેટીમાં ઠાલવી દેવાઇ

ભરૂચએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ સિવિલ હોસ્પિટલના કર્મચારીઓ દ્વારા મેડિકલ વેસ્ટની બેગો કચરા પેટીમાં ઠાલવી દેવામાં આવી - Divya Bhaskar
ભરૂચ સિવિલ હોસ્પિટલના કર્મચારીઓ દ્વારા મેડિકલ વેસ્ટની બેગો કચરા પેટીમાં ઠાલવી દેવામાં આવી
  • કોરોના કહેર વચ્ચે વપરાયેલો મેડિકલ વેસ્ટ ઠાલવતા લોકોમાં રોષ

સમગ્ર ભરૂચ જિલ્લામાં કોરોના વાઈરસ કહેર મચાવી પોઝિટિવ કેસોનો આંક 1 હજારથી પાર થઈ ગયો છે. ત્યારે આવા કપરા સમયમાં પણ ભરૂચ સિવિલ હોસ્પિટલ અવાર નવાર ચર્ચામાં રહે છે.સિવિલ સંકુલમાં કચરો નાખવા મુકવામાં આવેલી કચરા પેટીમાં કોઈ કર્મચારીઓ દ્વારા મેડીકલ વેસ્ટની બેગો ઠાલવી જતા કોરોના સમયમાં પ્રસાશન સામે લોકો ફિટકાર વરસાવી રહ્યા છે.

મેડિકલ વેસ્ટ ઠાલવનાર સામે પગલા ભરાય તેવી સ્થાનિકોની માંગ
ભરૂચ સિવિલ હોસ્પિટલ કોઈને કોઈ કારણોસર લોક ચર્ચામાં રહેતી હોય છે. હોસ્પિટલ સંચાલકોની નિષ્કાળજીના કારણે દર્દીઓ અને તેમના સ્વજનો પણ રોગનો ભોગ બને તે રીતેની કામગીરી કરાતી હોવાના આક્ષેપો થઈ રહ્યાં છે.ભરૂચ જિલ્લામાં વધતા કોરોના પોઝિટિવના દર્દીઓની સંખ્યા એક હજારને પાર થઈ જતાં લોકોમાં ભયનો માહોલ છવાયો છે.જેના કારણે જિલ્લામાં આવેલી કોવિડ-19 હોસ્પિટલમાં પણ ફૂલ થઈ હોવાનું જાણવા મળ્યુ છે.ત્યારે સિવિલ હોસ્પિટલ સંકુલમાં નગરપાલિકા દ્વારા કચરો ઠાલવવા મુકવામાં આવેલી કચરા પેટીમાં હોસ્પિટલમાં ફરજ બજાવતા કર્મીઓ દ્વારા તેમાં લોકોની સારવાર કરેલો મેડિકલ વેસ્ટની ભરાઈ ગયેલી ઢગલા બંધ બેગો કચરા પેટીમાં નાખીને જતા રહેતાં બેગો બહાર પડી છે.જેના કારણે હોસ્પિટલમાં રખડતા સ્વાનો તેને ફાડીને મેડિકલ વેસ્ટ બહાર કાઢી નાંખતા દુર્ગંધ સાથે અહીંયા નજીક બીજા વિભાગોમાં કામ કરતા સ્ટાફ અને દર્દીઓના સ્વજનોમાં ભયનો માહોલ ફેલાયો છે.જોકે હોસ્પિટલ પ્રસાશન દ્વારા મેડિકલ વેસ્ટનો નિકાલ બહાર કરવાનો હોય છે પરંતુ તેમના દ્વારા જાહેરમાં કચરા પેટીમાં ઠાલવવમાં આવેલા વેસ્ટના કારણે લોકો ફિટકાર વરસાવી રહ્યા છે. સિવિલ પ્રસાશન દ્વારા જેના દ્વારા આવી કામગીરી કરાય હોય તેના સામે એક્શન લેવામાં આવે તેવી લોક માંગ ઊઠી છે.

અગાઉ PPE કીટ ડસ્ટબિનના બદલે બહાર ફેંકેલી હોવાનો વીડિયો વાઈરલ થયો હતો
ભરૂચ સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ પણ સારવાર લઈ રહ્યા છે.ત્યારે થોડાં દિવસો અગાઉ હોસ્પિટલના કોરોના વોર્ડમાં સ્ટાફ દ્વારા વાપરેલી PPE કીટ ડસ્ટબીનના બદલે બહાર ફેંકી દીધેલી મળી આવી હતી. જેનો વીડિયો પણ વાઈરલ થયો છે.

અન્ય સમાચારો પણ છે...