તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જંગલમાં મંગળ ગ્રહ!:ભરૂચના રાજપારડીની લિગ્નાઇટ ખાણનું મંગળ ગ્રહની સપાટી જેવું દૃશ્ય

ભરૂચ2 દિવસ પહેલા
  • કૉપી લિંક

સ્પેસ ટુરિઝનના ભાગરૂપ મંગળ ગ્રહ પર જવાની યોજના ઘડાઈ રહી છે ત્યારે ગુજરાતમાં જ મંગળ ગ્રહની સપાટી જેવા દૃશ્યો જોઈ શકાય છે. ભરૂચ જિલ્લામાં રાજપારડી ખાતે જીએમડીસી સંચાલિત લિગ્નાઇટ પ્રોજેક્ટ છે. અહીંની લિગ્નાઇટ ખાણનું દૃશ્ય પરગ્રહની યાદ અપાવે એવું છે. રાજ્યમાં બ્લેક ગોલ્ડ તરીકે ઓળખાતા લિગ્નાઇટના કુલ ઉત્પાદનના 20 ટકા આ ખાણમાંથી મળે છે.

ખાણની ખૂબી

  • વાર્ષિક 7 થી 8 લાખ મેટ્રિક ટન લિગ્નાઇટનું ઉત્પાદન
  • 1થી 1.50 લાખ મેટ્રિક ટન સિલિકાનું વાર્ષિક ઉત્પાદન
  • 1.50 થી 2 લાખ મેટ્રિક ટન બોલ ક્લેનું વાર્ષિક ઉત્પાદન
  • 20% હિસ્સો રાજ્યના લિગ્નાઇટ ઉત્પાદનમાં

અવકાશ યાન જેવું રડાર હોય છે લિગ્નાઇટ ખાણના સ્થળે અવકાશ યાનની યાદ અપાવતું એક રડાર હોય છે જેને સ્લોપ સ્ટેબિલિટી રડાર (SSR) કહેવાય છે. આ રડારનું કામ જમીન રચનામાં થતા ફેરફારો પર નજર રાખવાનું હોય છે, સલામતી માટે આ રડાર મહત્ત્વનું છે.

અન્ય સમાચારો પણ છે...