ભરૂચ શહેરની નજીક આવેલાં મનુબર ગામમાં વિકાસ ઉડીને આંખે વળગી રહયો છે. ગ્રામજનોની એકતા અને સંપના કારણે ગ્રામ પંચાયતની ચૂંટણીના બદલે પંચાયત સમરસ જાહેર થાય છે. 6 હજારની વસતી ધરાવતાં ગામમાં રમતગમત પ્રત્યે લોકોનો લગાવ જોવા મળે છે.
ભરૂચ તાલુકાનું મનુબર ગ્રામ પંચાયત વિકસીત અને આદર્શ ગ્રામ પંચાયત તરીકેની ઓળખ ધરાવે છે. ગામમાં કેટલાંય લોકો વિદેશમાં રોજગાર-ધંધા માટે ગયાં છે પરંતુ ગામના વિકાસ માટે તેઓ હંમેશા દાતા તરીકે આગળ આવતાં હોય છે. જેના કારણે ગ્રામ પંચાયતમાં એકંદરે શહેર જેેવી પાણી-લાઇટ, સફાઇની સુચારૂ વ્યવસ્થા પંચાયત, સ્થાનિક આગેવાનોએ લોકોના સહકારથી ઉપ્લબ્ધ કરી છે. માત્ર 6 હજારની વસતી ધરાવતાં મનુબર ગામમાં પ્રવેશતાની સાથે જ સ્ટ્રીટ લાઇટ અને પાકા રસ્તા શરૂ થઇ જાય છે.
ગ્રામજનોના જણાવ્યાનુસાર ત્રણ ટર્મ સુધી તેમના ગામમાં સમરસ ગ્રામ પંચાયત બની છે. જે ગામના લોકોમાં રહેલી એકતાં અને ગામના વિકાસમાં દરેક ગ્રામિણનો સહકાર છે. ગામમાં દરેકને મીઠું પાણી મળી રહે તે માટે લોકભાગીદારીના 16 લાખના ખર્ચે ગામથી 2 કિમી દુર આવેલાં ગામ તળાવમાં બોર કરી પાણીની ટાંકી, પાઇપલાઇન નાંખામાં આવી છે.
ઉપરાંત 4.50 લાખ લીટરનો સંપ થતાં દોઢલાખ લીટરની નવી ટાંકી બનાવવામાં આવી છે. ગામમાં કુમાર અને કન્યા બન્નેની અલાયદી પ્રાથમિક શાળાઓ આવે છે ઉપરાંત માધ્યમિક શાળા પણ છે. ગામમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનની પણ સુવિધા છે. જેમાં દરેક ગ્રામિણ નિયમીત રીતે ગાર્બેજ કલેક્શનના ટ્રેક્ટરમાં જ કચરો નાંખી લઇ જવાય છે.
હરિયાળા મેદાનમાં ક્રિકેટની મોજ
મનુબર ગામમાં ક્રિકેટની રમતનો ભારે ક્રેઝ જોવા મળી રહયો છે. ખેલાડીઓને પ્રોત્સાહ મળે તે માટે અલગ મેદાન બનાવાયું છે.
સન્માન ગામને શ્રેષ્ઠ પાણી સમિતી તરીકે ઇનામ મળ્યું છે
મનુબર ગામમાં લોક ભાગીદારી અને ગ્રામ પંચાયત થકી ગામમાં વિકાસના કામો કરવામાં આવ્યાં છે. તેમાં દરેકને મીઠું પાણી મળે તે માટેનું સુઆયોજન કરવામાં આવ્યું હતું. વાસ્મો યોજના હેઠળ પાણી સમિતી દ્વારા ઘરે ઘરે પાણી મળે તેવી વ્યવસ્થા ઉભી કરી હોઇ કલેક્ટરના હસ્તે ગામની પાણી સમિતીને 50 હજારનું ઇનામ આપી શ્રેષ્ઠ પાણી સમિતી જાહેર કરવામાં આવી હતી. > મુબારક પટેલ, માજી સરપંચ
વિકાસ અમારા ગામમાં એકંદરે તમામ સુવિધાઓ છે
અમારા ગામમાં પ્રાથમિક-માધ્યમિક શાળા સહિત ફિલ્ટ્રેશન પ્લાન્ટ, સ્ટ્રીટ લાઇટ સહિતની શહેર જેવી તમામ સુવિધાઓ છે. ગામમાં ઉંચી પાણીની ટાંકી બનાવવવામાં અવાી છે. જેના પગલે ગ્રામજનોને પહેલાં પાણી ઉપરના માળે ચઢાવા માટે જે ખર્ચ થતો હતો તેમાંથી રાહત મળી છે. > શબ્બીર ગુલામ પટેલ, માજી સરપંચ.
ગ્રામ પંચાયતની આવક માટે પણ આયોજન
ગ્રામ પંચાયતની આવક મળે તે માટે પંચાયતે લોકભાગીદારીથી 11 દુકાનો બનાવવામાં આવી છે. જેના થકી પંચાયતને દર મહિને 35 હજાર રૂપિયાની આવક થઇ રહી છે. ત્યારે આગામી સમયમાં ગામના બે તળાવ છે ત્યાં તેની ફરતે ગાર્ડન બનાવવાનું આયોજન છે. જેથી કેે નાના બાળકોને રમવા માટે અને વૃદ્ધોને સવાર-સાંજ ટહેલવા માટે એક સારૂં સ્થળ મળી રહે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.