ભૂમિપૂજન:જંબુસર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના નવા ગોડાઉનનું સાંસદ મનસુખ વસાવાએ ખાતમુહૂર્ત કર્યું

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક

જંબુસર ટંકારી ભાગોળ ખાતે આવેલ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા રૂપિયા સિત્તેર લાખના ખર્ચે ખેડુત ગોડાઉનનુ ભૂમિપૂજન આજરોજ સાંસદ મનસુખ વસાવાના હસ્તે કરવામાં આવ્યું હતું આ ગોડાઉન તૈયાર થતાં જંબુસર તાલુકાના ખેડુતોને તેનો લાભ થશે. તાલુકાના ખેડુતોનો પાક પણ આ ગોડાઉનમાં સચવાશે. જંબુસર એપીએમસીના યુવા ચેરમેન વનરાજસિંહ મોરી દ્વારા ખેડુતોને તમામ લાભો મળે તેવા કાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે.કાર્યક્રમમાં જંબુસર વિધાનસભા પ્રભારી ધીરુ ગજેરા, માજી ધારાસભ્ય છત્રસિંહ મોરી, વિદ્યાનંદજી મહારાજ, જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન પટેલ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો આગેવાનો હાજર રહયાં હતાં.

અન્ય સમાચારો પણ છે...