અનોખું સેવાકાર્ય:ભરૂચના મનમૈત્રી સેવા ફાઉન્ડેશને રખડતા કૂતરાઓમાં કૃમિ-નિવારણ અભિયાન શરૂ કર્યુ

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખસ-ખંજવાળ રોગથી પીડાતા કૂતરાઓને દવા ખવડાવી સારવાર અપાય છે
  • વિસ્તારની ફરી મુલાકાત કરી દવાનો બીજો ડોઝ પણ આપવામાં આવે છે

ભરૂચની અબોલ જીવોની સેવા કરતી અગ્રણી સંસ્થા મનમૈત્રી સેવા ફાઉન્ડેશન દ્વારા તારીખ બાર એપ્રિલથી રખડતા કૂતરાઓમાં કૃમિ-નિવારણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં રસ્તે રખડતા-રઝળતા નધણીયાત કૂતરાઓમાં ખસ અને ખંજવાળના કારણે શરીર ઉપરથી બધા વાળ ઉતરી જવાના ફેલાયેલા રોગને નાબૂદ કરવા માટે ડિવોર્મિંગ એટલે કે કૃમિ-નિવારણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તેનો શુભારંભ ભરૂચના વેજલપુર વિસ્તારમાં સંસ્થાની રેસ્ક્યુ ટીમ દ્વારા 28 કૂતરાઓને દવા આપીને કરવામાં આવ્યો હતો.

રેસ્ક્યુ ટીમ દ્વારા રોજેરોજ ભરૂચના અલગ-અલગ વિસ્તારોની મુલાકાત કરી જ્યાં ત્યાં આવા ખસ-ખંજવાળ રોગથી પીડાતા કૂતરાઓને દવા ખવડાવી સારવાર આપવામાં આવે છે. તેમજ એક અઠવાડિયા પછી ફરી વખત જે તે વિસ્તારની ફરીવાર મુલાકાત કરી દવાનો બીજો ડોઝ આપવામાં આવે છે.

જેથી ભરૂચના શહેરીજનોને તેમના વિસ્તારમાં આવા ખસ અને ખંજવાળથી પીડિત કૂતરાઓને સારવાર અપાવવા મનમૈત્રી સેવા ફાઉન્ડેશનના હેલ્પ લાઈન નંબર 72 8100 9100 ઉપર જાણ કરવા જણાવવામાં આવ્યું હતું. જેને પગલે રેસ્ક્યુ ટીમ જે-તે વિસ્તારમાં આવી ડિવોર્મિંગની સારવાર આપી જશે.

અન્ય સમાચારો પણ છે...