મારામારી:વાલિયાના સિલુંડી ગામમાં પૈસાની ઉઘરાણી મામલે એક શખ્સે સરપંચ પર હુમલો કરતા પોલીસ ફરિયાદ

ભરૂચ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અગાઉના સરપંચના સમયના બાકી રૂપિયા બાબતે બોલાચાલી કરી મારામારી કરી

વાલિયા તાલુકાના સિલુંડી ગામમાં આવેલ ગ્રામ પંચાયત ખાતે અગાઉના સરપંચના સમયના બાકી રૂપિયા બાબતે એક ઇસમે મહિલા સરપંચને માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

વાલિયા તાલુકાના સિલુંડી ગામના તળાવ ફળિયામાં રહેતી પ્રેમીલાબેન ચીમનભાઈ વસાવા સરપંચ તરીકે સેવા આપે છે. જેઓને શુક્રવારે બપોરે ગામના તલાટી કમ મંત્રીએ પંચાયત ઓફિસ ખાતે કામ અર્થે બોલાવ્યા હતા તે સમયે પંચાયત ઓફિસમાં મહિલા તલાટી અને ડેપ્યુટી સરપંચ તેમજ ગામનો મહંમદ યુસુફ બાવા ત્યાં હાજર હતો. જેને મહિલા સરપંચને અગાઉના સરપંચના સમયના બાકી મજૂરીના રૂપિયા 25 હજાર લેવા આવ્યો હોવાનું કહેતા શેના પૈસા એવું કહેતા મહંમદ યુસુફ બાવા અચાનક ઉશ્કેરાઈ ગયો હતો અને જાતિ વિષયક અપશબ્દો ઉચ્ચારી મહિલા સરપંચ સાથે ઝપાઝપી કરી તેણીને ત્રિકમ મારવા જતા ડેપ્યુટી સરપંચ અને તલાટીએ વચ્ચે પડી છોડાવ્યા હતા. તે સમયે મહંમદ યુસુફ બાવાએ સરપંચને બીજી વખત મળશે તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી જતો રહ્યો હતો મારામારી અંગે વાલિયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...